Maharashtra

સિંગરને અંતે પિતા જેમી સ્પીયર્સના કન્ઝરવેટરશિપથી આઝાદી મળી

મુંબઈ
બ્રિટનીના પિતા જેમી સાલ ૨૦૦૮થી સિંગરની અંગત લાઇફથી લઇ તેના પૈસા પર કાનૂની અધિકાર ધરાવતા હતા. બ્રિટનીના નશીલી દવાઓના સેવન અને મારપીટ કરવાના કારણે બ્રિટનીના પિતાને ૨૦૦૮માં બ્રિટનીના કન્ઝરવેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બ્રિટનીએ થોડા દિવસો પહેલા એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, જ્યાં સુધી તે પિતાના સંરક્ષણમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તે સ્ટેજ પર પરફોર્મ કરશે નહીં તેમજ કોઇ કોન્સરન્ટનો પણ હિસ્સો નહીં બને.સ્ટેજના બદલે તે એક રૃમમાં વીડિયો બનાવાનું વધુ પસંદ કરશે. ગ્રેમી એવોર્ડ વિજેતા સિંગર બ્રિટની સ્પીયર્સછેલ્લા થોડા દિવસોથી પિતા સાથેની કાયદાકીય જંગમાટે ચર્ચામાં હતી. બ્રિટનીએ પોતાના પિતા જેમી સ્પીયર્સના સંરક્ષણથી મુક્ત થવા માટે કોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો. તાજા સમચારના અનુસાર, આ કેસમાં બ્રિટનીને મોટી સફળતા મળી છે.બુધવારે કોર્ટે બ્રિટનીના પિતાની સંરક્ષણતાનો અંતઆણ્યો છે. સિંગરને અંતે પિતા જેમી સ્પીયર્સના કન્ઝરવેટરશિપથી આઝાદી મળી ગઇ છે. લોસ અન્જલસના ન્યાયધીશે જેમીને પોતાની પુત્રી બ્રિટનીના અભિભાવક પદથી દૂર કર્યો છે. જેથી આ કાનૂની લડાઇનો હવે અંત આવ્યો છે. ન્યાયાધીશે જેમી સ્પીયર્સને તાત્કાલિક પ્રભાવથી કન્જરવેટર તરીકે દૂર કર્યો છે. મિસ્ટર સ્પીયર્સે સિંગર ની સારી સંપત્તિ તેને પાછી આપવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *