મુંબઈ
ગુજરાતના સુરતની સુંદરી પ્રાચી દેસાઇ એવી અભિનેત્રીના લિસ્ટમાં સામેલ છે જેણે પ્રારંભે ટીવી પરદે સફળ કારકિર્દી બનાવી હોય અને પછી ફિલ્મી પરદે આવી હોય. કસમ સે, કસોૈટી જિંદગી કી, સીઆઇડી સહિતના શોમાં કામ કર્યા પછી ૨૦૦૮માં તેને રોક ઓન ફિલ્મથી બોલીવૂડના પરદે એન્ટ્રી મળી હતી. અહિ લાઇફ પાર્ટનર, બોલ બચ્ચન, વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ, એક વિલન, રોકઓન-૨ સહિતની ફિલ્મો કરી છે. તેની ફિલ્મ સાયલન્સ ડિજીટલ પ્લેટફોર્મ પર આવી હતી. અન્ય બે ફિલ્મો કોશા અને ફોરેન્સિક આવી રહી છે. પ્રાચીએ કહ્યું હતું કે રોકઓન-૨ પછી મને એવી ભુમિકા મળતી નહોતી જે મારા માટે પડકારરૂપ હોય, આ કારણે મેં પરદાથી દૂર રહેવાનું નક્કી કર્યુ હતું. મેં કેટલાક વર્ષો ફિલ્મો ન કરી એ યોગ્ય જ હતું અને મને તેનો કોઇ અફસોસ નથી. મેં ઘણી બધી વેબ સિરીઝ જાેઇ કાઢી છે. મારે હવે શું કરવું તે હવે સમજી ગઇ છું. ફોરેન્સિકનું શુટીંગ મસૂરીના પહાડો અને સોૈંદર્ય વચ્ચે કરવાનો લ્હાવો અદ્દભુત હતો. હવે હું વધુ સત્વ ધરાવતી ભુમિકાઓ જ ભજવીશ.
