Maharashtra

સૂર્યવંશી ફિલ્મના સીન પર યુઝર્સે રોહિત અને અક્ષયને ટ્રોલ કર્યા

મુંબઈ
આ પહેલી મોટી ફિલ્મ છે જે સિનેમાઘરો ફરી ખુલ્યા બાદ થિયેટરોમાં છે. આ ફિલ્મ અગાઉ ગયા વર્ષે રિલીઝ થઈ રહી હતી. પરંતુ કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. આ પછી આ વર્ષની શરૂઆતમાં ફિલ્મને રિલીઝ કરવાની યોજના બનાવવામાં આવી રહી હતી. પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે આ યોજના પણ રદ કરવામાં આવી હતી. પછી સમાચાર આવ્યા કે આ ફિલ્મ ર્ં્‌્‌ પર રિલીઝ થઈ શકે છે, પરંતુ રોહિતને ખબર હતી કે આ ફિલ્મ માત્ર થિયેટર માટે જ બનાવવામાં આવી છે અને તેણે થિયેટર ખુલવાની રાહ જાેઈ છે. એક યુઝરે ટ્‌વીટ કર્યું કે, ‘વિલનનો ભાઈ સિમ્બામાં બન્યો હતો, જ્યારે સૂર્યવંશી એન્ટી ટેરરિઝમ સ્ક્વોડનો ઓફિસર બન્યો છે અને તે ફરીથી એવેન્જર્સ જેવું બ્રહ્માંડ બનાવશે. આ સાથે લખ્યું છે કે, રીપ લોજિક.’ વાસ્તવમાં, સૂર્યવંશીમાં જે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ઓફિસર જેવું મહત્વપૂર્ણ અને જવાબદાર પાત્ર ભજવી રહ્યો છે, તે રણવીર સિંહની ફિલ્મ સિમ્બામાં વિલનનો રોલ કરનાર સોનુ સૂદનો ભાઈ બન્યો હતો. ફેન્સએ જાણવા માંગે છે કે જે વ્યક્તિ પહેલા વિલન બની ચૂક્યો હતો તે બીજી ફિલ્મમાં ઓફિસર કેમ બન્યો? ફિલ્મનો અન્ય એક સીન ઘણો ટ્રોલ થઈ રહ્યો છે. જેમાં અક્ષય કુમાર છત પરથી નીચે કૂદતો જાેવા મળે છે. આ સીનને સલમાન ખાનની ફિલ્મ એક થા ટાઈગરની કોપી કહેવામાં આવી રહી છે. ખરેખર, સલમાન પણ ફિલ્મ એક થા ટાઈગરમાં આવો જ એક્શન કરતો જાેવા મળ્યો હતો. આ કારણે રોહિત શેટ્ટી અને અક્ષય કુમાર ટ્રોલ થઈ રહ્યા છે. જાે કે ફિલ્મ કેટલાક સીન્સને કારણે ટ્રોલ થઈ રહી છે, પરંતુ ફિલ્મને દર્શકો અને ક્રિટીક્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે પહેલા દિવસે શાનદાર કામ કર્યું હતું અને ૩ દિવસમાં ફિલ્મે ૭૫ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. સિનેમાઘરોમાં ફિલ્મ જાેઈને તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો છે. ફિલ્મમાં અક્ષય અને કેટરીનાની કેમેસ્ટ્રી પણ દર્શકોને પસંદ આવી હતી.રણવીર સિંહ અને અજય દેવગનનો કેમિયો પણ ખૂબ જ ફની છે. આ ફિલ્મ ફેન્સની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે જેઓ લાંબા સમયથી ફિલ્મની રાહ જાેઈ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *