મુંબઈ
આજે સવારે સેન્સેક્સ ૮૨ પોઈન્ટ વધીને ૫૭,૭૭૮ પર અને નિફ્ટી ૧૭,૨૦૯ પર ખુલ્યો હતો. દિવસના કામકાજમાં સેન્સેક્સ ૫૬,૬૮૬ની નીચી સપાટી અને ૫૭,૭૮૧.૪૬ની ઉપરની સપાટીએ પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી ૧૬,૮૯૧.૪૦ની નીચી સપાટી અને ૧૭,૨૧૬.૭૫ના ઉપલા સ્તરને સ્પર્શ્યો હતો. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ ૭૬૫ પોઈન્ટ (૧.૩૧%) ઘટીને ૫૭,૬૯૬ પર બંધ થયો હતો. નિફ્ટી ૨૦૫ પોઈન્ટ (૧.૧૮%) ઘટીને ૧૭,૧૯૬ પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડના શેર ૪% નીચામાં બંધ થયા જ્યારે કોટક બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨% થી વધુની ખોટ સાથે સમાપ્ત થયા.સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (મ્જીઈ) સેન્સેક્સ ૯૪૯ પોઈન્ટ (૧.૬૫%) ના ઘટાડા સાથે ૫૬૭૪૭ પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૮૪ પોઈન્ટ (૧.૬૫%) ઘટીને ૧૬૯૧૨ પર બંધ થયો હતો. સેન્સેક્સના તમામ ૩૦ શેરો ડાઉન છે. ૈંહઙ્ઘેજૈંહઙ્ઘ મ્ટ્ઠહા, મ્ટ્ઠદ્ઘટ્ઠદ્ઘ હ્લૈહજીદિૃ, ્ઝ્રજી અને ૐઝ્રન્ ્ીષ્ઠર સૌથી વધુ ખોટમાં છે. આ તમામ શેરોમાં ૩%થી વધુનો ઘટાડો જાેવા મળ્યો હતો. બજારમાં તીવ્ર ઘટાડાથી માર્કેટ કેપમાં રૂ. ૪.૨૯ લાખ કરોડનો ઘટાડો થયો છે. શુક્રવારે તે રૂ. ૨૬૧.૦૨ લાખ કરોડ હતો, જે આજે રૂ. ૨૫૬.૭૩ લાખ કરોડ પર બંધ થયો હતો. નિફ્ટી પર તમામ ૧૧ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. આઇટી ઇન્ડેક્સ ૨% થી વધુ નીચે હતો. બીજી તરફ ઓટો, એફએમસીજી અને ફાર્મા પણ લગભગ ૧.૫% ડાઉન છે. નિફ્ટી મિડકેપ, બેન્ક અને નાણાકીય સૂચકાંકો ૧.૨૦-૧.૨૦% સુધી ઉછળીને બંધ થયા છે.


