મુબઈ
ચાર વર્ષ પહેલા મુન્ના માઇકલ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી નિધી અગ્રવાલે આ પછી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદમ માંડી દીધા હતાં. ત્યાં તેણે આઠથી વધુ તમિલ, તેલુગુ ફિલ્મો કરી છે અને હજુ એક ફિલ્મ આવી રહી છે. નિધી કહે છે આજે પણ ફિલ્મોમાં અભિનેતાઓને જેટલુ ફૂટેજ મળે છે એટલુ અભિનેત્રીઓને મળતું નથી. સ્ત્રી અને પુરૂષ અને બંને કલાકારોને હમેંશા એકસરખુ મહેનતાણુ મળવું જાેઇએ એમ હું નથી કહેતી. પરંતુ જાે અભિનેત્રી હીરો જેટલા જ દર્શકોને સિનેમાહોલ સુધી ખેંચી લાવવાની ક્ષમતા ધરાવતી હોય તો તેને પણ અભિનેતા જેટલુ જ મહેનતાણુ મળવું જાેઇએ. જાે કે કયા દર્શકો કયા કલાકારને જાેવા થિએટર સુધી આવે છે તે કહેવું પણ મુશ્કેલ છે. નિધીએ એમ પણ કહ્યું કે હવે જાે કે ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે. હું આ બદલાવને અનુભવી રહી છું. વધુને વધુ લોકોને કામ કરવાની તકો મળી રહી છે. મહિલા અને પુરૂષ કલાકારો અલગ અલગ પ્લેટફોર્મ પર સતત કામ મેળવી રહ્યા છે.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2021/10/nidhi-agrawal-03.jpg)