Maharashtra

હવે બીસીસીઆઈ ખેલાડીઓના થાકની ફરીયાદ દૂર કરવા ઉઠાવશે પગલાં

મુંબઈ
ટીમના ટ્રેનર ખેલાડીનો ફિટનેસ રિપોર્ટ દ્રવિડને આપશે, જે ટીમની પસંદગી પહેલા તેને જાેઈને જય શાહ સાથે ચર્ચા કરશે. જાે કે, આ બાબતમાં બ્રોડકાસ્ટરને ધ્યાનમાં રાખવામાં આવશે અને તેથી બીજા ક્રમની ટીમને કોઈપણ શ્રેણી માટે પસંદ કરવામાં આવશે નહીં. ઉદાહરણ તરીકે, ્‌૨૦માં ભારતના ટોચના ત્રણ ખેલાડીઓ – વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલને ભાગ્યે જ બ્રેક આપવામાં આવ્યો છે. ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓ લાંબા સમયથી બાયો બબલમાં છે. ટીમ જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી અને ત્યાં સપ્ટેમ્બર સુધી બાયો બબલમાં રહી હતી. આ પછી ૈંઁન્-૨૦૨૧ના બીજા તબક્કામાં પણ આવું જ થયું અને પછી ખેલાડીઓએ ્‌૨૦ વર્લ્‌ડ કપમાં ભાગ લેવો પડ્યો.ભારતીય ક્રિકેટ ટીમ ૈંઝ્રઝ્ર વર્લ્‌ડ કપ-૨૦૨૧ માં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી અને સુપર-૧૨ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. આ પછી ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી એ સતત બાયો બબલમાં રહેવાથી થનારી થાક વિશે વાત કરી અને તેને ટીમના ખરાબ પ્રદર્શનનું કારણ ગણાવ્યું. સ્ટાર ખેલાડીઓને ધ્યાનમાં રાખીને હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં) મોટું પગલું ભરી શકે છે. મીડિયા અહેવાલ મુજબ, મ્ઝ્રઝ્રૈં હવે ટીમની પસંદગી કરતા પહેલા ખેલાડીનું પરીક્ષણ કરશે અને તેના વર્કલોડ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અહેવાલ મુજબ ટીમના નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ બોર્ડના સચિવ જય શાહ ની સાથે આ પ્રક્રિયાનો ભાગ હશે. આ મહિનાની શરૂઆતમાં જ્યારે તે ક્રિકેટ એડવાઇઝરી કમિટી સમક્ષ હાજર થયો ત્યારે રવિએ ખેલાડીઓના થાકનો મુદ્દો ઉઠાવ્યો હતો. અત્યાર સુધી પસંદગીકારો ખેલાડીના આરામ અંગે ર્નિણય લેતા હતા પરંતુ હવે થાક એ ટીમના ટી-૨૦ વર્લ્‌ડ કપમાંથી વહેલા બહાર થવાનું મહત્વનું કારણ છે. આવી સ્થિતિમાં, સૂત્રોના જણાવ્યા અનુસાર, મ્ઝ્રઝ્રૈં નથી ઈચ્છતું કે બાયો બબલ ખેલાડીઓ પર અસર કરે. બીસીસીઆઈની સિનીયર પસંદગી સમિતિએ મંગળવારે રાત્રે ન્યુઝીલેન્ડ શ્રેણી માટે ભારતની ટી૨૦ ટીમની જાહેરાત કરી હતી, જેમાં ઘણા મોટા નામોને આરામ આપવામાં આવ્યો છે. જેમાં વિરાટ કોહલી સહિત જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાના નામ સામેલ છે. બીસીસીઆઈના એક અધિકારીએ મીડિયા અહેવાલમાં જણાવ્યું, બીસીસીઆઈ નક્કી કરશે કે કયા ખેલાડીને આરામ આપવો અને આ ર્નિણય ખેલાડીએ કેટલી ક્રિકેટ રમી છે તેના આધારે લેવામાં આવશે. આપણે થાકની સમસ્યાથી વાકેફ છીએ. જે ખેલાડીને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને આવનાર ખેલાડી સારો દેખાવ કરે તો પણ તે ખેલાડીનું સ્થાન જાેખમમાં નહીં આવે. તેને તેનું સ્થાન પાછું મળશે.

BCCI.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *