મુંબઈ
હેસન ક્રિકેટ ડાયરેક્ટર તરીકે પોતાની વર્તમાન ભૂમિકામાં ટીમ સાથે જાેડાયેલા રહેશે. ઓસ્ટ્રેલિયાના સિમોન કેટિચે વ્યક્તિગત કારણોસર પોતાનું પદ છોડયા બાદ યુએઇ ખાતે રમાયેલા આઇપીએલના પાર્ટ-૨ માટે હેસનને મુખ્ય કોચ તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. હેસને જણાવ્યું હતું કે અમે સંજય બાંગરની આગામી બે વર્ષ માટે મુખ્ય કોચ તરીકેની વરણી કરી છે. સંજય અત્યંત સન્માનિત કોચ છે. તેને મુખ્યત્વે બેટિંગ કોચ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તેની પાસે ચોક્કસપણે વધારે નિપુણતા છે જે ટીમ માટે ઉપયોગી બની શકે તેમ છે. બાંગરને કોચિંગનો ઘણો અનુભવ છે. બાંગરે પોતાની નવી ભૂમિકા અંગે જણાવ્યું હતું કે મેં ટીમમાં અપાર ટેલેન્ટ ધરાવતા ખેલાડીઓ સાથે કામ કર્યું છે અને હું આ ટીમને ટોચના સ્તરે લઇ જવા માટે હવે વધારે રાહ જાેઇ શકતો નથી. બાંગર ભારત માટે ૧૨ ટેસ્ટ અને ૧૫ વન-ડે મેચ રમી ચૂક્યો છે.આઇપીએલની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પોતાના બેટિંગ સલાહકાર સંજય બાંગરની આગામી બે વર્ષ માટે મુખ્ય કોચ તરીકેની વરણી કરી છે. બાંગરની ફેબ્રુઆરીમાં બેટિંગ સલાહકાર તરીકે વરણી કરાઇ હતી. તે માઇક હેસનની જગ્યાએ મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળશે.


