Maharashtra

હું ખરેખર તો બહુ શાંત છું, ઘમંડી નથી ઃ વાણી કપૂર

મુંબઈ
અભિનેત્રી વાણી કપૂરે બોલીવૂડમાં ભલે ઓછી ફિલ્મો કરી છે પણ તેણે પોતાની ઓળખ ઉભી કરવામાં સફળતા મેળવી લીધી છે. રણવીર સિંહ, અક્ષય કુમાર, રિતીક રોશન જેવા ટોચના અભિનેતાઓ સાથે કામ કરી ચુકેલી વાણી હવે પછી શમશેરામાં રણબીર કપૂર સાથે જાેવા મળવાની છે. વાણી પોતાને અંતર્મુખી અને શરમાળ ગણાવે છે. તે કહે છે હું ઝડપથી કોઇની સાથે ભળી શકતી નથી. પરંતુ રણવીર સિંહ સાથે મને વધુ ફાવે છે. હું બહુ ઓછી વાતો બીજા સાથે કરતી હોવાથી મને લોકો ઘમંડી ગણી લે છે. પરંતુ હું ખરેખર તો બહુ શાંત છું, ઘમંડી નથી. રણવીર સિંહ બહુ વાતોડિયો છે તેથી તમારે તેની વાતનો જવાબ આપવો જ પડે. મેં બેફિકરે બનતી હતી ત્યારે તેની સાથે ઘણો સમય વિતાવ્યો છે. તેને કારણે જ હું રણવીર સાથે ભળી ગઈ છું. તે મારો સારો દોસ્ત બની ગયો છે. રિતીક સાથે પણ મારે સારુ જામે છે. હું રિતીકની જેમ જ વિચારુ છું. આ રીતે અમે બંને ઘણા એક સરખા છીએ. રણબીર બહુ રમૂજી, ખંતીલો, તેજસ્વી, ચબરાક અને તર્કબધ્ધ રીતે વાતો કરનારો કલાકાર છે.

vaani-kapoor-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *