મુંબઈ
અભિનેત્રી ક્રિતી સેનની પાંચ ફિલ્મો આવી રહી છે. જેમાં તેણે તાજેતરમાં જ એક ફિલ્મ આદિપુરૂષનું શુટીંગ પુરૂ કરી લીધું છે. આ ફિલ્મમાં તે જાનકીનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મ મહાકાવ્ય રામાયણ પરથી બનાવવામાં આવી છે. ફિલ્મમાં પ્રભાસ રામના પાત્રમાં અને સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં જાેવા મળશે. થોડા સમય અગાઉ સૈફે પણ પોતાના ભાગનું શૂટિંગ ખતમ કરી લીધું હતું. આ ફિલ્મ આવતે વર્ષે ૧૧મી ઓગષ્ટે રિલીઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ પુરૃં થયા બાદ ક્રિતીએ કેક કટિંગ કરી હતી એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુકીને લખ્યું હતું કે વિશ્વાસ નથી બેસતો કે આ સફરનો અંત આવી ગયો છે, એક સુપર સ્પેશિયલ પાત્ર પુરૂ કર્યુ છે. હું આ માટે અતિશય ગોૈરવ અનુભવી રહી છુ. આ પાત્રનું પ્રેમાળ હૃદય, પવિત્ર આત્મા અને અતૂટ શકિત જે હંમેશાં મારી સાથે રહેશે. ઓમ રાઉતનો આભાર કે તેમણે મને જાનકીનું પાત્ર આપ્યું. ક્રિતીની અન્ય ચાર ફિલ્મોમાં હમ દો હમારે દો, બચ્ચન પાંડે, ભેડીયા અને શેહઝાદા સામેલ છે


