મુંબઈ
શિરીને રેડ કલરના લહેંગા ચોલીમાં દુલ્હનના અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહી છે સાથે જ તેણે ગોલ્ડન જ્વેલરી પણ કેરી કરી હતી. શિરીનના નિકાહમાં યે હે મહોબ્બતેના સ્ટાર્સ પણ જાેવા મળ્યા હતા જેમાં અલી ગોની, દિવ્યંકા ત્રિપાઠી, કૃષ્ણા મુખરજી. દરેક આ લગ્નમાં મજા કરતા જાેવા મળ્યા, તેમના લગ્નનો વીડિયો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યા છે. શિરીને તેની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, અંતે આ થઇ ગયું અને હજુ પણ મને આ એક સપના જેવું લાગે છે. બધંુ જ આટલી ઝડપથી થઇ જશે તેવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. હું મારા સૌથી સારા મિત્ર હસન સાથે લગ્ન કરી રહી છું અને હું આભારી છું કે મારા મિસ્ટર રાઇટમાં એ બધંુ જ છે જે હું ઇચ્છતી હતી. લગ્નમાં મસ્તીથી ભરેલ હલ્દી અને સંગીત સેરેમની શુક્રવારે સાંજે થઇ હતી. શિરીને તેની પસંદ મુજબ આખા હોલને ફ્લોરલ થીમ પર સજાવ્યો હતો. હલ્દી સમારોહમાં ફૂલોની જ્વેલરી સાથે યલો કલરના લહેંગામાં શિરીન જાેવા મળી હતી


