મુંબઈ
ન્યૂઝીલેન્ડની ટીમે તાજેતરમાં સુરક્ષાનું જાેખમ હોવાની બાબતને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો. આ કારણથી પાકિસ્તાનની વર્લ્ડ કપની તૈયારીઓને મોટો ફટકો પડયો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમે પણ પાકિસ્તાન સામેની શ્રોણી રદ કરી હતી. તે સમયે આઝમે બંને ટીમની આકરી ટીકાઓ કરીને જણાવ્યું હતું કે, પાકિસ્તાન હંમેશાં રમતના હિતમાં કામ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ અન્ય ટીમો કરતી નથી. ગયા મહિને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ફેરફારો, રાજીનામાં અને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા નહીં મળ્યું હોવા છતાં પાકિસ્તાની ખેલાડીઓએ ભારત સામે કરેલા પ્રદર્શનથી તમામ ચકિત થયા છે. આઝમ અને રિઝવાને બેટિંગમાં જે પરચો આપ્યો હતો જેનાથી ફખર ઝમાન, મોહમ્મદ હફિઝ તથા શોએબ મલિક જેવા સિનિયર્સને મેદાનમાં ઊતરવાની જરૂર પણ પડી નહોતી. બોલિંગમાં પાકિસ્તાન પાસે ઘણા વિકલ્પ છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપ પહેલાંની વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને પરાજય આપ્યો હતો. સુકાની કેન વિલિયમ્સનની ફિટનેસ પણ ચિંતાનો વિષય બની છે. ન્યૂઝીલેન્ડ પાસે પણ શાનદાર બોલિંગ આક્રમણ છે પરંતુ તેના બેટ્સમેનોએ મોટી ઇનિંગ્સ રમવી પડશેપરંપરાગત હરીફ ભારત સામેની પ્રથમ મેચમાં ઐતિહાસિક વિજય હાંસલ કર્યા બાદ આત્મવિશ્વાસથી સભર બનેલી પાકિસ્તાનની ટીમ અહીં મંગળવારે રમાનારા ટી૨૦ વર્લ્ડ કપના બીજા મુકાબલામાં ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઊતરશે ત્યારે તેનો ટાર્ગેટ તાજેતરમાં પોતાના દેશનો પ્રવાસ અધવચ્ચેથી પડતો મૂકવાના હિસાબને સરભર કરવાનો રહેશે. પાકિસ્તાનના ઘણા સમર્થકો માટે તો ૨૯ વર્ષ બાદ આઇસીસી વર્લ્ડ કપમાં બારત સામે મળેલો પ્રથમ વિજય તેમના માટે ટીમે ટ્રોફી જીત્યા સમાન છે પરંતુ સુકાની બાબર આઝમની પાકિસ્તાની ટીમે હજુ શરૂઆત કરી છે.


