Maharashtra

ી૨૦માં ખરાબ પ્રદર્શન બાદ કોહલી ભારત માટે કેપ્ટન તરીકે તેની છેલ્લી મેચ રમશે

મુંબઈ
વિરાટ કોહલીએ અત્યાર સુધી ૨૫૪ વનડે રમી છે. જેમાં તેણે ૫૯.૦૭ની એવરેજ અને ૯૩.૧૭ની સ્ટ્રાઈક રેટથી ૧૨૧૬૯ રન બનાવ્યા છે. ૧૮૩ રન તેનો સર્વોચ્ચ સ્કોર છે. કોહલીએ વનડેમાં ૬૨ અડધી સદી અને ૪૩ શાનદાર સદી ફટકારી છે. કોહલીએ વનડેમાં અત્યાર સુધીમાં ૧૧૪૦ ચોગ્ગા અને ૧૨૫ છગ્ગા ફટકાર્યા છે.ટી૨૦ ઈન્ટરનેશનલ માં કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ છેલ્લી મેચ છે. તેના ફેન્સ સતત કોહલી વિશે ટિ્‌વટ કરી રહ્યા છે. પોતાના ટ્‌વીટમાં તે ભારતને નસીબદાર ગણાવી રહ્યો છે કારણ કે દેશને કોહલી જેવો કેપ્ટન મળ્યો છે. યુઝર્સનું કહેવું છે કે, તે ખેલાડીઓ પણ નસીબદાર છે કે તેઓ વિરાટના નેતૃત્વમાં રમ્યા અને કોહલીને રમતા જાેવા માટે અમે પણ નસીબદાર છીએ. વિરાટ કોહલી એ કેપ્ટન તરીકે ટી૨૦માં અત્યાર સુધી ૪૯ મેચ રમી છે. તેમાંથી ૨૯ મેચ જીતી છે અને ૧૬ મેચ હારી છે. ૨ મેચ ટાઈ રહી છે અને ૨નું પરિણામ આવ્યું નથી. તે જ સમયે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક કેપ્ટન તરીકે ૭૨ ્‌૨૦ મેચ રમ્યા છે અને ૪૧ મેચમાં જીત મેળવી છે. કોહલીની જીતની ટકાવારી ૬૩.૮૨ ટકા છે, જ્યારે ધોનીની ૫૯.૨૮ ટકા છે. વિરાટ કોહલી એ અત્યાર સુધીમાં કુલ ૯૪ ્‌૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે ૫૨.૦૪ની એવરેજ અને ૧૩૭.૯૦ની સ્ટ્રાઈક રેટથી ૩૨૨૭ રન બનાવ્યા છે. અણનમ ૯૪ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. કોહલીએ ્‌૨૦ ઈન્ટરનેશનલમાં ૨૯ અડધી સદી ફટકારી છે. કોહલીએ અત્યાર સુધી ્‌૨૦ ઈન્ટરનેશનલમાં ૨૯૦ ફોર અને ૯૧ સિક્સર પણ ફટકારી છે. ટી૨૦ સિવાય વિરાટ કોહલીએ ૯૫ વનડેમાં પણ કેપ્ટનશિપ કરી છે. તેમાંથી તેણે ૬૫ મેચ જીતી છે, જ્યારે કોહલીને ૨૭ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ૧ મેચ ટાઈમાં સમાપ્ત થઈ જ્યારે ૨નું કોઈ પરિણામ આવ્યું ન હતું. કોહલીની જીતની ટકાવારી ૭૦.૪૩ છે. મહેન્દ્ર સિંહ ધોની (સ્જી ધોની) એ ભારત માટે ર્ંડ્ઢૈંમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમી છે. ધોનીએ ૨૦૦ વનડેમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે. ધોની પછી મોહમ્મદ અઝારુદ્દીને ૧૭૪ વનડેમાં અને સૌરવ ગાંગુલીએ ૧૪૭ વનડેમાં ભારતની કેપ્ટનશીપ કરી છે. કોહલીની જીતની ટકાવારી ત્રણેય કેપ્ટનો કરતા સારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *