Maharashtra

અંતિમ ફિલ્મના સ્ક્રીનિંગમાં સલમાને વૃદ્ધ મહિલાના આશીર્વાદ લેતા નજરે પડ્યો , પ્રસંસકોએ કર્યા વખાણ

મુંબઈ
સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઇનલ ટ્રુથ’ ૨૬ નવેમ્બરે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું સ્ક્રીનિંગ ૨૫ નવેમ્બરના રોજ મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. સ્ક્રીનિંગની તસવીરો ને વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયા છે. સ્ક્રીનિંગ દરમિયાન સલમાન ખાને વૃદ્ધ મહિલાના આશીર્વાદ લીધા હતા. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં ચાહકોએ વખાણ કર્યાં હતાં. સલમાન ખાન સ્ક્રીનિંગમાંથી બહાર આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. એક વૃદ્ધ મહિલા પણ ત્યાં આવી હતી. વૃદ્ધ મહિલાને જાેઈને સલમાન થોડો ઝૂક્યો હતો અને તે મહિલાએ એક્ટરના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ સલમાન ખાને તે મહિલાનો હાથ પકડીને ફોટો ક્લિક કરાવ્યો હતો. સલમાને બાળકો સાથે પણ તસવીરો પડાવી હતી. સલમાન ખાન બૉડીગાર્ડ શેરા સાથે જાેવા મળ્યો હતો. બહેન અલવીરા પતિ અતુલ અગ્નિહોત્રી સાથે આવી હતી. અર્પિતા ખાન, આયુષ શર્મા, અરબાઝ ખાન-જ્યોર્જિયા, યુલિયા વન્તુર, દિશા પટની, સુનીલ શેટ્ટીનો દીકરો અહાન સહિતના સેલેબ્સ હાજર રહ્યા હતા.
મહેશ માંજરેકરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સલમાન ખાન પોલીસના રોલમાં છે અને આયુષ શર્મા ગેંગસ્ટરના રોલમાં છે. આ ફિલ્મથી એક્ટ્રેસ મહિમા મકવાણા બોલિવૂડ ડેબ્યૂ કરી રહી
છે. સો.મીડિયામાં વીડિયો વાઇરલ થતાં એક ચાહકે કહ્યું હતું, ‘ભાઈ સ્ટાર છે છતાં સહેજેય અભિમાન નથી અને તેથી જ બધા પ્રેમ કરે છે.’ મોટાભાગના ચાહકોએ કમેન્ટ બોક્સમાં હાર્ટ ઇમોજી શૅર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *