મુંબઈ
આર્યન ખાન અને અનન્યા પાંડેની ચેટમાં એક જગ્યાએ આર્યન અનન્યા સાથે ગાંજા વિશે વાત કરી રહ્યો હતો. આર્યન પૂછી રહ્યો હતો કે શું કોઈ જુગાડ થઈ શકે? અનન્યાએ જવાબ આપ્યો – હું અરેન્જ કરી આપીશ. એનસીબીએ અનન્યાને આ ચેટ બતાવી અને સવાલ પૂછ્યો, જેના જવાબમાં અનન્યાએ જવાબ આપ્યો કે હું માત્ર મજાક કરી રહી હતીમુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં દ્ગઝ્રમ્એ શુક્રવારે અનન્યા પાંડેની બીજી વખત પૂછપરછ કરી હતી, પરંતુ તે દ્ગઝ્રમ્ ઓફિસ નિર્ધારિત સમયને બદલે ત્રણ કલાક મોડી પહોંચી હતી. એનસીબીને તેનું મોડું આવવું બિલકુલ પસંદ ન આવ્યું, અને અનન્યાને આ અંગે ઠપકો પણ આપ્યો હતો. દ્ગઝ્રમ્ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ અનન્યાને મોડા આવવા બદલ ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે ‘તમને ૧૧ વાગ્યે બોલાવવામાં આવ્યા હતા. અને હવે આવી રહ્યા છો. અધિકારીઓ તમારી રાહ જાેઈને નથી બેઠા. આ તમારું પ્રોડક્શન હાઉસ નથી, આ એક સેન્ટ્રલ એજન્સીની ઓફિસ છે, તમને જ્યારે બોલાવવામાં આવે ત્યારે સમય પર પહોંચવાનું રાખો.’ મુંબઈ દ્ગઝ્રમ્એ બીજીવાર પૂછપરછ માટે અભિનેત્રી અનન્યા પાંડેને ૧૧ વાગ્યે પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું પરંતુ અનન્યા ૧૧ વાગ્યાને બદલે ૨ વાગ્યા પછી દ્ગઝ્રમ્ ઓફિસ પહોંચી હતી. દ્ગઝ્રમ્એ શુક્રવારે અનન્યા પાંડેની ૪ કલાક પૂછપરછ કરી હતી. ગુરુવારે પણ દ્ગઝ્રમ્એ આ કેસમાં અનન્યાની ૨ કલાક પૂછપરછ કરી હતી. હવે અનન્યા પાંડેને દ્ગઝ્રમ્ દ્વારા સોમવારે ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. બંને દિવસે અનન્યા સાથે તેના પિતા ચંકી પાંડે પણ હતા. અનન્યા પાંડે સાથે આર્યન ખાનની ચેટ થઇ હતી જેમાં ૨૦૧૮ અને ૨૦૧૯ ની વચ્ચે ગાંજા વિશે વાતો થઈ. અનન્યાના બંને ફોન દ્ગઝ્રમ્ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે તેને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે અનન્યા એકદમ મૂંઝવણમાં દેખાતી હતી. તેણે ઘણા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળીને કહ્યું કે તેને બરાબર યાદ નથી.
