Maharashtra

અભિનેતા કાર્તિક આર્યનની દિલ્હીમાં શૂટિંગ દરમ્યાન હાલત બગડી

મુંબઈ
શહજાદામાં કાર્તિકની સાથે કૃતિ સેનન લીડ રોલમાં જાેવા મળશે. આ પહેલા બંનેએ લુકા છુપી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. કાર્તિક અને કૃતિ ઉપરાંત મનીષા કોઈરાલા અને પરેશ રાવલ મહત્વના રોલમાં જાેવા મળશે. વરુણ ધવનનો ભાઈ રોહિત ધવન શાહજાદાનું નિર્દેશન કરી રહ્યો છે. ફિલ્મનું બીજું શિડ્યુલ દિલ્હીમાં ચાલી રહ્યું છે. ગયા મહિને કાર્તિકે ફિલ્મનું પહેલું શેડ્યુલ પૂરું કર્યું. જે બાદ તેણે રોહિત સાથે એક સેલ્ફી શેર કરી હતી. ફોટો શેર કરતા તેણે લખ્યું- ‘આ ખુશ નિર્દેશક છે. મારા કારણે.’ તમને જણાવી દઈએ કે શાહજાદા આલુ અર્જુનની તેલુગુ ફિલ્મ અલા વૈકુંઠપુરમુલોની હિન્દી રીમેક છે. જેનું દિગ્દર્શન ત્રિવિક્રમ શ્રીનિવાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અલ્લુની સાથે પૂજા હેગડે અને તબ્બુ લીડ રોલમાં જાેવા મળી હતી. તાજેતરમાં કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકા રીલિઝ થઈ છે. રામ માધવાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ર્ં્‌્‌ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે.બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન પાસે હાલમાં ફિલ્મોની લાઇન છે. આ દિવસોમાં તે દિલ્હીમાં તેની આગામી ફિલ્મ શેજાદાનું શૂટિંગ કરી રહ્યો છે. તે સેટ પરથી પોતાની તસવીરો શેર કરતો રહે છે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે કૃતિ સેનન લીડ રોલમાં જાેવા મળશે. દિલ્હીની ઠંડીમાં શૂટિંગ દરમિયાન કાર્તિકની હાલત ખરાબ થઈ રહી છે. કાર્તિકે સેટ પરથી પોતાની તસવીર શેર કરી છે. તેણે તેની ઈન્સ્ટા સ્ટોરી પર કેટલાક વીડિયો પણ શેર કર્યા છે જેમાં ટીમ ઠંડીમાં પણ શૂટિંગ કરી રહ્યો છે. દિલ્હીમાં અત્યારે ઠંડી જામી રહી છે કાર્તિક આર્યન પોતાનો એક ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરતા તેણે લખ્યું- યાર અહીં ખૂબ જ ઠંડી છે. આ સાથે કોલ્ડ ઈમોજી પણ શેર કરી છે. ફોટામાં કાર્તિકે જેકેટ પહેર્યું છે, સાથે જ ઠંડીને કારણે કાન ઢાંકેલા છે અને સનગ્લાસ પહેરેલ છે. સેટનો વીડિયો શેર કરતા કાર્તિકે લખ્યું- ૯ ડિગ્રી. દિલ્હીમાં શિયાળામાં ધુમાડો નીકળી રહ્યા છે. વીડિયોમાં તે મોઢામાંથી ધુમાડો કાઢતો જાેવા મળી રહ્યો છે. બીજાે વીડિયો શેર કરતા કાર્તિકે લખ્યું- એક્શન ટીમને પણ ઠંડી લાગે છે.

Kartik-Aaryan-Shooting-Site-Area-Delhi-Danger-Winter-Season-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *