Maharashtra

અભિનેતા મિશ્રાનો મુંબઈના વર્સોવાના ફલેટમાં કોહવાઈ ગયેલો મૂતદેહ મળ્યો

મુંબઈ
મૂળ ભોપાળનો રહેવાસી અભિનેતા મિશ્રાએ મિર્ઝાપુર સિવાય કેસરી, હસીન દિલરૃબા, માંઝી, બદ્રીનાથ કી દુલ્હનિયા ફિલ્મમા અભિનય કર્યો હતો. થોડા સમય અગાઉ બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ બાંદરામાં તેમના ફ્લેટમાં મળ્યો હતો તેણે ગળાફાંસો ખાધો હોવાનું તપાસમાં માલૂમ પડયું હતું. આ સિવાય અગાઉ બોલીવુડની અન્ય સેલિબ્રિટી પણ રૃમમાં મૃત અવસ્થામાં મળ્યા હોવાની ઘટના બની છે.’મિર્ઝાપુર’ વેબસિરિઝમાં કામ કરનારા અભિનેતા બ્રહ્મ મિશ્રાનો કોહવાઇ ગયેલો મૃતદેહ આજે વર્સોવાના ફ્લેટના બાથરૃમમાં મળતા ખળભળાટ મચી ગયો હતો. હાર્ટએટેકથી અભિનેતાનું મોત થયું હોવાની શંકા છે. પોલીસે મૃતદેહ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. આ મામલે પોલીસે ેક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી વધુ તપાસ આદરી છે. વર્સોવા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સિરાજ ઇનામદારે જણાવ્યું હતું કે વર્સોવા સ્થિત યારી રોડ પર ઇનલૅક્સ નગર સોસાયટીમાં ગત ચાર વર્ષથી બ્રહ્મસ્વરૃપ ગોપાલપ્રસાદ મિશ્રા (ઉં.વ.૩૬) ભાડા પર એકલો રહેતો હતો. તેમના ફ્લેટમાંથી આજે બપોરે ૧૨.૧૫ વાગ્યે તીવ્રદુર્ગંધ આવતી હતી. આથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે તપાસ માટે પહોંચી ગઇ હતી. ફ્લેટનો દરવાજાે અંદરથી બંધ હતો. ડુપ્લીકેટ ચાવી બનાવીને દરવાજાે ખોલવામાં આવ્યો હતો. ફ્લેટના બાથરૃમમાંથી તીવ્ર વાસ આવી રહી હતી. બાથરૃમમાં તપાસ કરતા મિશ્રાનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. આ બનાવની ભોપાળમાં રહેતા મૃતકના ભાઇ સંદીપ મિશ્રાને માહિતી આપવામાં આવી હતી. બાથરૃમમાં જ હાર્ટ એટેકથી મિશ્રા મૃત્યુ પામ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું હતું. ‘મૃતકના શરીર પર ઇજાના નિશાન નહોતા. હાલ આ કેસમાં કંઇપણ શંકાસ્પદ જણાયું નથી, એમ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ઇનામદારે વધુમાં કહ્યું હતું. આ અભિનેતા ત્રણ દિવસ પૂર્વે છાતીમાં દુખાવો થતા ડોક્ટર પાસેથી દવા લઇને આવ્યો હોવાનું કહેવાય છે. કદાચ ઘરે કદાચ તેની તબીયત વધુ લથડી ગઇ હોવાની ચર્ચા થઇ રહી છે.

bram-mistra.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *