Maharashtra

અભિનેત્રી નગમાના જન્મદિવસે ચાહકોએ યાદ કરી

,મુંબઈ
નગમાનું સાચું નામ નંદિતા અરવિંદ મોરાજી છે. પરંતુ અભિનેત્રીએ ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા પોતાનું નામ બદલી નાખ્યું હતું. અભિનેત્રીએ ૧૯૯૦માં સલમાન ખાન સાથે ફિલ્મ ‘બાગી’થી ડેબ્યૂ કર્યું હતું. તેની પ્રથમ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ પછી નગમાએ અક્ષય કુમાર સાથે સુહાગમાં કામ કર્યું અને આ ફિલ્મ પણ હિટ રહી હતી. અભિનેત્રી નગમાને તેની કારકિર્દીની શરૂઆતમાં સફળતા મળી હતી. નગમાને ભોજપુરી ફિલ્મોમાં રવિ કિશન, મનોજ તિવારી સહિત ઘણા કલાકારો સાથે કામ કર્યું હતું. આ સિવાય અભિનેત્રીએ અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું હતુ. નગમાએ ૨૦૦૪માં પોતાની ફિલ્મી કરિયરને અલવિદા કહીને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, નગમાને ૨૦૧૫માં ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસની મહાસચિવ બનાવવામાં આવી હતી.બોલિવૂડ અભિનેત્રી નગમાનો આજે જન્મદિવસ છે. અભિનેત્રીનો જન્મ ૨૫ ડિસેમ્બર, ૧૯૭૪ના રોજ મુંબઈમાં થયો હતો. નગમા ૯૦ના દાયકાની હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી હતી. અભિનેત્રીએ હિન્દી સિવાય તમિલ, તેલુગુ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

Nagma-Actress.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *