Maharashtra

અભિષેક બચ્ચનની સિરીઝનું શુટીંગ શરૂ

મુંબઈ
અભિષેક બચ્ચનએ વેબ સિરીઝ સાયકોલોજિકલ થ્રિલર ‘બ્રીથ ઈન્ટુ ધ શેડોઝ’થી ડિજીટલ માધ્યમમાં એન્ટ્રી કરી હતી. તેની આ વેબ સિરીઝને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. વધુ એક વખત આ સિરીઝમાં અભિષેક કામ કરી રહ્યો છે. નિર્માતા બ્રિથની સિકવલ લાવી રહ્યા છે. અભિષેક બચ્ચન, અમિત સાધ અને નિત્યા મેનનની સાથે અભિનેત્રી સૈયામી ખેર અને નવીન કસ્તૂરિયા આ નવી સિઝનમાં જાેવા મળશે. ‘બ્રીથ’ની પ્રથમ સીઝનમાં અભિનેતા આર. માધવન જાેવા મળ્યો હતો અને તેની સ્ટાઈલ ખૂબ પસંદ કરવામાં આવી હતી. બીજી સીઝનમાં અભિષેક બચ્ચને માધવનની જગ્યા લીધી અને હવે ત્રીજી સીઝનમાં પણ અભિષેક બચ્ચન જાેવા મળશે. મયંક શર્માના નિર્દેશનમાં બનનારી આ વેબ સિરીઝની દિલ્હી અને મુંબઇમાં શુટીંગ શરૂ થઇ ગયું છે. આ વેબ સિરીઝ આવતા વર્ષે રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *