મુંબઈ
ગયા વર્ષની નિરાશાજનક સિઝન બાદ ચેન્નઇએ આ વખતે તમામને પ્રભાવિત કર્યા છે અને પ્લે ઓફમાં સ્થાન મેળવનાર પ્રથમ ટીમ બની હતી. રાજસ્થાન સામેની હાઇસ્કોરિંગ મેચમાં ચેન્નઇનો શનિવારે પરાજય થયો હતો અને યુએઇમાં આ તેનો પ્રથમ પરાજય રહ્યો છે અને કુલ ૧૨ મેચમાં ત્રીજી હાર છે. તેના હવે દિલ્હી જેટલા જ ૧૨ મેચમાં ૧૮ પોઇન્ટ છે પરંતુ રનરેટના આધારે ધોનીની ટીમ પ્રથમ સ્થાને છે. વર્તમાન સિઝનમાં ચેન્નઇની બેટિંગ શાનદાર રહી છે. ઋતુરાજ ગાયકવાડે લીગમાં હાઇએસ્ટ ૫૦૮ રન બનાવ્યા છે. રાજસ્થાન સામે તેણે ૬૦ બોલમાં અણનમ ૧૦૧ રન બનાવ્યા છે. દિલ્હીની ટીમે ઋતુરાજથી સાવધ રહેવું પડશે. ચેન્નઇ પાસે ફાફ ડુ પ્લેસિસ, મોઇન અલી તથા રવીન્દ્ર જાડેજા જેવા મેચવિનર ખેલાડીઓ છે. સુરેશ રૈનાને હવે ટીમની બહાર રાખવાની જરૃર છે. રાજસ્થાન સામેની મેચને બાદ કરતાં ચેન્નઇના બોલર્સ જાેશ હેઝલવૂડ, દીપક ચહર, ડ્વેન બ્રાવો અને શાર્દૂલ ઠાકુર તથા સ્પિનર્સ જાડેજા અને મોઇને સારો દેખાવ કર્યો છે. દિલ્હી પાસે પણ સારા બોલર્સ છે.બંને ટીમો પ્લે ઓફમાં સ્થાન નિિૃત કરી ચૂકી છે પરંતુ ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અહીં સોમવારે રમાનારા ઔઆઇપીએલ ૨૦૨૧નો ૫૦મો લીગ મુકાબલો અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહેશે કારણ કે આ મેચના પરિણામથી કઇ ટીમ ટોચના ક્રમે રહેશે તે નિિૃત થઇ જશે. ટોચના સ્થાન માટેના જંગમાં ચેન્નઇની ટીમ રાજસ્થાન સામે મળેલા પરાજયની હતાશામાંથી બહાર આવીને દિલ્હીને સામનો કરશે. બંને ટીમોએ વર્તમાન લીગમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને આ સ્થિતિમાં મુકાબલો અત્યંત રોમાંચક બને તેવી પૂરી સંભાવના છે. યુએઇ તબક્કામાં બંને ટીમે એક-એક મેચ ગુમાવી છે અને બંનેનો લક્ષ્યાંક ટોચનું સ્થાન હાંસલ કરવાનો રહેશે. ટોચની બે ટીમોને ફાઇનલમાં પહોંચવા માટે ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો કરતા એક-એક તક વધારે મળે છે.


