Maharashtra

આઈડૉલની એડમિશન પ્રક્રિયાને ૧૦ ડિસેમ્બર સુધી મુદ્દતવધારો

મુંબઈ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આઈડૉલના વધુ ત્રણ કોર્સને માન્યતા આપી છે. યુજીસીએ આ પહેલાં આઈડૉલના ૧૭ કોર્સને માન્યતા આપી હતી. બીકોમ એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સ, એમએસસી ગણિત અને એમએસસી આઈટી આ વધુ ત્રણ નવા કોર્સને યુજીસીએ માન્યતા આપતાં હવે કુલ ૨૦ નવા કોર્સ માન્ય થયાં છે. તેમાંના બીકોમ એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સ આ નવા કોર્સને યુજીસીએ પહેલીવાર માન્યતા આપી છે. આ કોર્સ તરફ વિદ્યાર્થીઓની વધુ પસંદગી હોય છે. આ કોર્સ પહેલીવાર સેમેસ્ટર પદ્ધતિએ આઈડૉલમાં ભણાવાશે. આ શૈક્ષણિક વર્ષમાં કોવિડને પગલે સરકારના નિર્દેશાનુસાર યુનિવર્સિટીએ કોર્સની એડમિશન ફીમાં ૨૦ થી ૩૫ ટકા જેટલી રાહત આપી છે. આથી વિવિધ કોર્સની ફીમાં આઈડૉલે ઓછામાં ઓછાં ૮૬૦ અને વધુમાં વધુ ૪૫૨૦ રુપિયા સુધી રાહત આપી છે. કોવિડને પગલે આ રાહત અપાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટા પાયે રાહત મળી છે.મુંબઈયુનિવર્સિટીની ઈન્સ્ટિટયૂટ ઓફ ડિસ્ટંસ એન્ડ ઓપન લર્નિંગ (આઈડૉલ) માં ચાલી રહેલાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ના જુલાઈ સત્રના એડમિશનને અંતિમ મુદ્દતવધારો અપાયો છે. આ ઓનલાઈન પ્રક્રિયા હવે ૧૦ ડિસેમ્બર સુધી ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *