Maharashtra

આજે બોલીવુડના સૌથી ખતરનાક વિલન આશુતોષ રાણાનો જન્મદિવસ

મુંબઈ
ડરામણી ભૂમિકા ભજવનાર આશુતોષ રાણા વાસ્તવિક જીવનમાં ખૂબ જ સરળ અને ધાર્મિક વ્યક્તિ છે. અભિનેતા બાળપણથી જ રામલીલા અને નાટકોમાં ભાગ લેતા હતા. કદાચ એની જ અસર છે કે તેમણે ‘રામરાજ્ય’ જેવું પુસ્તક લખ્યું છે. આશુતોષના આ પુસ્તકની ખૂબ ચર્ચા થઈ હતી. પર્સનલ લાઈફમાં સંબંધોને જીવતા અભિનેતા શબ્દો સાથે પણ સારી રીતે રમે જાણે છે. આશુતોષ પર મા સરસ્વતીની ભરપૂર કૃપા છે. આશુતોષની લાઈફ પાર્ટનર પ્રખ્યાત અભિનેત્રી અને હોસ્ટ રેણુકા શહાણે છે. તેમને બે પુત્રો છે, શૌર્યમાન રાણા અને સત્યેન્દ્ર રાણા.૧૦ નવેમ્બર ૧૯૬૭ના રોજ મધ્યપ્રદેશના ગદરવાડામાં જન્મેલા આશુતોષ રાણા એવા કલાકાર છે જેમણે પોતાના જાેરદાર અભિનયથી એક અલગ જ ઓળખ બનાવી છે. અભિનેતા, નિર્માતા, હોસ્ટ, લેખક આશુતોષને ખૂબ જ વિદ્વાન અને ઉત્તમ કલાકાર માનવામાં આવે છે. તે માત્ર હિન્દી જ નહીં પરંતુ મરાઠી, તેલુગુ, કન્નડ, તમિલ ફિલ્મોમાં પણ કામ કરે છે. ફિલ્મ ‘પગલૈટ’ અને ‘છત્રસાલ’ વેબ સિરીઝમાં તેમના ઉત્કૃષ્ટ કામ માટે તેને ફિલ્મફેરની બે અલગ-અલગ કેટેગરીમાં શ્રેષ્ઠ સહાયક પુરૂષ અભિનેતા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. પોતાના જન્મદિવસની આગળ જ મળેલી આ ખુશી તેમણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આશુતોષે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ એક ફિલ્મ એવી છે જે આજે પણ બધા પર ભારે પડે છે. આશુતોષ રાણાની ઓળખ એક એવા અભિનેતાની છે કે જે નકારાત્મક ભૂમિકામાં પણ જીવન ફૂંકી દે છે. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દિલ્હીમાંથી અભિનય શીખી ચૂકેલા અભિનેતાએ જ્યારે ફિલ્મ ‘સંઘર્ષ’માં લજ્જા શંકર પાંડેની ભૂમિકા ભજવી હતી ત્યારે દર્શકો ડરી ગયા હતા. તેમણે બાળકોની બલિ આપવાવાળાનું પાત્ર એવી રીતે ભજવ્યું કે થિયેટરમાં બેઠેલા પ્રેક્ષકોના રૂંવાડા ઉભા થઇ ગયા હતા. ‘સંઘર્ષ’ ફિલ્મમાં આશુતોષ રાણાએ એક વ્યંઢળની ભૂમિકા ભજવી હતી જે બાળકોની બલિ આપીને અમર બનવા માંગે છે. લજ્જા શંકર પાંડેની ચીસો, વિલક્ષણતા અને જીભને ટિ્‌વસ્ટ કરવાવાળો અવાજ સાંભળીને થિયેટરમાં બેઠેલા પ્રેક્ષકોને ધ્રૂજી ઉઠ્‌યા હતા. આ ભૂમિકા ભજવ્યા પછી આશુતોષ બોલિવૂડના સૌથી ખતરનાક વિલન બની ગયા. કહેવાય છે કે જ્યારે મહેશ ભટ્ટે આ ફિલ્મ બનાવવાનું વિચાર્યું ત્યારે તેમના મગજમાં માત્ર આશુતોષ જ હતા અને તેમણે એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મ જેવો વિલન આજ સુધી બોલિવૂડમાં જાેવા મળ્યો નથી. જ્યારે સંઘર્ષ રિલીઝ થઈ ત્યારે આશુતોષને તેમના આ ભયાનક અભિનય માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

Ashutosh-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *