મુંબઈ
આયુષ્યમાન ખુરાનાએ પોતાની અભિનય ક્ષમતાથી દેખાડી દીધું છે કે તે બોલીવૂડમાં કોઇપણ રોલ ભજવવા સક્ષમ છે. હવે તેની ફિલ્મ ‘અનેક’ આવી રહી છે. આવતા વર્ષે ૩૧મી માર્ચ પર રિલીઝ થનારી આ ફિલ્મમાં નોર્થ-ઇસ્ટની કહાની દેખાડવામાં આવશે. અનુભવ સિંહાએ નિર્દેશિત કરેલી આ ફિલ્મનું નિર્માણ ભૂષણકુમારે કર્યુ છે. ફિલ્મનું શૂટિંગ આસામ અને શિલોન્ગમાં કરવામાં આવ્યું છે. આયુષ્માને કહ્યું હતું કે એવું ખૂબ ભાગ્યે જ બનતું હોય છે, જ્યારે કોઈ એકટરને એવી સ્ટોરી મળે છે જે તેને તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.’અનેક’ ફિલ્મે મને એક નવા જાેમ સાથે મારો અભિનય દેખાડવાની તક આપી છે. આ એક એવી સ્ક્રિપ્ટ છે જે વ્યકિતને તેનું બધું જ સમર્પિત કરવા માટે પ્રેરણા આપે છે. આવી ફિલ્મ માટે મને ગર્વ થાય છે. સાથે જ હું નસીબદાર છું કે મને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી. અનુભવે કહ્યું હતું કે આ ફિલ્મમાં અમે અમારા આત્માનું સિંચન કર્યું છે. દર્શકોને એ દેખાડવા માટે હું ઉત્સાહી છ


