Maharashtra

આરબીઆઈની નીતિને પગલે સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ વધ્યું હતું

મુંબઈ
રિઝર્વ બેન્કે નીચા વ્યાજ દર ચાલુ રાખતા સસ્તી ઓટો લોન્સ મળવાનું જળવાઈ રહેશે. સસ્તી ઓટો લોન્સના ટેકાએ વાહનોના વેચાણમાં વધારો જાેવા મળવાની અપેક્ષા સાથે ઓટો શેરોમાં આકર્ષણ જાેવા મળ્યું હતું. ટાટા મોટર્સ રૂપિયા ૧૨.૧૦ વધી રૂપિયા ૪૯૩.૯૦ બંધ રહ્યો હતો. કમર્સિઅલ વાહનોના ભાવમાં વધારો કરવાનો ટાટા મોટર્સે ર્નિણય કર્યો છે, જેને કારણે શેરભાવને ટેકો મળી રહ્યો છે. ટીવીએસ મોટર રૂપિયા ૧૬.૩૦ વધી રૂપિયા ૬૮૨.૫૫, એમએન્ડએમ રૂપિયા ૧૪.૮૦ વધી રૂપિયા ૮૪૦.૭૫ બંધ રહ્યો હતો. એકસાઈડ ઈન્ડ. રૂપિયા ૨.૯૦ વધી રૂપિયા ૧૬૭.૩૫ બંધ રહ્યો હતો. સેન્સેકસ સહિત સેકટરલ ઈન્ડેકસમાં વધારો તથા જાતેજાતમાં લેવાલી નીકળતા બીએસઈ માર્કેટ કેપમાં રૂપિયા ૩.૯૬ લાખ કરોડનો વધારો થયો હતો. છેલ્લા બે દિવસના સુધારામાં માર્કેટ કેપમાં કુલ રૂપિયા ૭.૫૦ લાખ કરોડનો વધારો થયો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની કેશમાં રૂપિયા ૫૭૯.૨૭ કરોડની નેટ વેચવાલી રહી હતી જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની રૂપિયા ૧૭૩૫.૫૦ કરોડની નેટ ખરીદી રહી હતી. અર્થતંત્રને નીતિવિષયક ટેકો પૂરો પાડવાનું ચાલુ રાખવાના ધ્યેય સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટ યથાવત રાખવાના ર્નિણય તથા વર્તમાન નાણાં વર્ષમાં આર્થિક વિકાસ દર ૯.૫૦ ટકા રહેવાની આરબીઆઈની અપેક્ષાએ ભારતીય શેરબજારોના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં સતત બીજે દિવસે ઉછાળો ચાલુ રહ્યો હતો. વર્તમાન નાણાં વર્ષના ત્રીજા તથા ચોથા ત્રિમાસિક ગાળાના જીડીપી અંદાજમાં રિઝર્વ બેન્કે કરેલા ઘટાડાને શેરબજારે ડિસ્કાઉન્ટ કર્યું હતું. આ ઉપરાંત ઓમિક્રોનની અસર હળવી રહેતી હોવાના અહેવાલ બાદ મંગળવારે અમેરિકા સહિત યુરોપના શેરબજારોમાં ઉછાળાએ પણ દેશના શેરબજારને ટેકો પૂરો પાડયો હતો. ઘરઆંગણે તથા વૈશ્વિક પોઝિટિવ પરિબળો વચ્ચે સેન્સેકસે ફરી ૫૮૦૦૦ની સપાટી પાર કરી હતી. બીએસઈ સેન્સેકસ ૧૦૧૬ પોઈન્ટ વધી ૫૮૬૪૯.૬૮ જ્યારે એનએસઈ નિફટી ૫૦ ઈન્ડેકસ ૨૯૩ પોઈન્ટ વધી ૧૭૪૬૯.૭૫ બંધ રહ્યો હતો. વ્યાજ દર સાથે સંવેદનશીલ એવા ક્ષેત્રો જેમ કે બેન્ક, ઓટો, રિઅલ એસ્ટેટ ક્ષેત્રના શેરોમાં નોંધપાત્ર સુધારો જાેવા મળ્યો હતો. માર્કેટ બ્રેડથ મજબૂત રહી હતી. બીએસઈ પર ૨૩૨૯ શેરના ભાવ વધ્યા હતા જ્યારે ૯૪૮ના ભાવ ઘટયા હતા. ૧૩૪ શેરના ભાવ ફેરફાર વગરના રહ્યા હતા.

Share-Market-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *