મુંબઈ
ગુજરાતના મુંદ્રા પોર્ટ પર હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું હતું. શું આ ડ્રગ્સ સીઝરનું આ વ્યક્તિ સાથે કોઈ સંબંધ છે? એમ અમને શંકા છે. નવાબ મલિકે કહ્યું કે આ સિવાય કે.પી. ગોસાવી એક ફ્રોડ છે. તેના પર પૂણેમાં કેસ દાખલ છે. પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાને પ્રાઇવેટ ડિટેક્ટિવ ગણાવ્યો છે એટલે અમારી માગણી છે કે દ્ગઝ્રમ્ અને મ્ત્નઁ તેના પર ખુલાસો કરે. મ્ત્નઁના પદાધિકારી દ્ગઝ્રમ્ના અધિકારી બનીને કાર્યવાહી કઈ રીતે કરી રહ્યા છે આ બાબતે ખુલાસો થવો જરૂરી છે.દ્ગઝ્રઁના નેતા નવાબ મલિકે દ્ગઝ્રમ્ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. મુંબઈના સમુદ્રમાં ક્રૂઝ પર કથિત ડ્રગ્સ પાર્ટીમાં દ્ગઝ્રમ્ની કાર્યવાહીને બનાવટી ગણાવી છે. સાથે જ દ્ગઝ્રમ્ની કાર્યવાહી પર ઘણા સવાલ ઊભા કર્યા છે. નવાબ મલિકે સીધો આરોપ લગાવ્યો છે કે મહાવિકાસ આઘાડી (સ્ફછ)ને સતત બદનામ કરવાનો પ્રયત્ન કેન્દ્ર સરકાર કરી રહી છે. દ્ગઝ્રમ્ દ્વારા બોલિવુડના ડ્રગ્સ નેક્સસનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. નવાબ મલિકે આરોપ લગાવતા કહ્યું કે ૩ ઓક્ટોબરના રોજ મુંબઈના સમુદ્રમાં ક્રૂઝ પાર્ટી પર થયેલી કાર્યવાહીમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૮ લોકોને કસ્ટડીમાં લેવાની જાણકારી દ્ગઝ્રમ્ના ઝોનલ ડિરેક્ટરે આપી હતી. આ કાર્યવાહીમાં આર્યન ખાનનો હાથ પકડીને દ્ગઝ્રમ્ કાર્યાલયમાં લાવનારી વ્યક્તિ કે.પી. ગોસાવી છે. તો અરબાઝ મર્ચન્ટને લઈને આવનારી વ્યક્તિ મનીષ ભાનુશાલી છે. બંનેનો વીડિયો બધી ચેનલો પર જાેઈ શકાય છે. તેમણે કહ્યું કે અમારી જાણકારી છે કે આ બંને વ્યક્તિ મ્ત્નઁના પદાધિકારી છે. તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મહારાષ્ટ્ર વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડાણવીસ સાથે ફોટા ઉપસ્થિત છે. ત્યારબાદ ગોસાવીનો આર્યન ખાન સાથે ફોટો વાયરલ થયો હતો જેને લઈને દ્ગઝ્રમ્એ ખુલાસો કર્યો કે આ વ્યક્તિ દ્ગઝ્રમ્ સાથે જાેડાયેલી નથી. નવાબ મલિકે કહ્યું કે એવામાં સવાલ ઊભા થાય છે કે આ બંને વ્યક્તિ કાર્યવાહી દરમિયાન હાઇ પ્રોફાઇલ આરોપીઓને પકડીને કઈ રીતે લઈ જઈ રહી હતી? શું દ્ગઝ્રમ્ કાર્યવાહી માટે પ્રાઇવેટ લોકોને ભાડા પર લે છે? અમારી માગણી છે કે દ્ગઝ્રમ્ આ બંને વ્યક્તિઓ બાબતે ખુલાસો કરે. સાથે જ જાણકારી છે કે મનીષ ભાનુશાલી નામની વ્યક્તિ ૨૨ સપ્ટેમ્બરને દિલ્હીમાં એક કેન્દ્રીય મંત્રી સાથે બેઠક કરી રહી હતી. ત્યારબાદ તેઓ ગુજરાત મંત્રાલયમાં પણ કેટલાક મંત્રીઓને મળ્યા છે.
