Maharashtra

ઉર્વશી રોતેલા ક્રાઇમ થ્રિલરમાં મુખ્ય ભુમિકા જાેવા મળશે

મુંબઈ
બોલીવૂડની સ્વરૂપવાન અભિનેત્રી ઉર્વશી રોતેલા ફિલ્મો કરતાં સોશિયલ મિડીયાને કારણે વધુ ચર્ચામાં રહે છે. તે ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જ ઓળખ ઉભી કરવામાં સફળ થઇ છે. અહિ તે સતત કામ મેળવી રહી છે. હવે તે એક ક્રાઇમ થ્રિલર ફિલ્મમાં જાેવા મળવાની છે. આ ફિલ્મનું પોસ્ટર તેણે પોસ્ટ કર્યુ છે. દિલ હૈ ગ્રે નામની ફિલ્મમાં ઉર્વશી મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. એમ. રમેશ રેડ્ડીની આ ફિલ્મનું નિર્દેશન સુસી ગણેશન કરી રહ્યા છે. આ ફિલ્મ થિરૂટ્ટુ પાયલે-૨ની હિન્દી રિમેક છે. ઉર્વશીએ કહ્યું હતું કે હું આ ફિલ્મને કરણે ખુબ જ ઉત્સાહિત છું, મારા દિલથી આ ફિલ્મ ખુબ નજીક છે. સહકલાકાર વિનીત સાથે કામ કરવાનું મને ખુબ ગમશે. અક્ષય ઓબેરોયની ફિલ્મ સાઉથમાં પહેલેથી હિટ રહી છે. હવે હું આ કહાનીને દર્શકો સામે લાવવા ઉત્સાહિત છું. ઉર્વશી બોલીવૂડમાં સની દેઓલની ફિલ્મ સિંઘ સાહેબ ધ ગ્રેટથી બોલીવૂડમાં આવી હતી. તેને અહિ એક દસકા જેવો સમય થઇ ગયો છે. તેના હાથમાં બ્લેક રોઝ નામની એક ફિલ્મ પણ છે. ઇન્સપેકટર અવિનાશ નામની વેબ સિરીઝ પણ તે કરી રહી છે.

Urvashi-Rautela-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *