મુંબઈ
મહારાષ્ટ્રના સુકાની ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં ૈંઁન્ ની પોતાની ધમાકેદાર લય ચાલુ રાખીને પસંદગીકારોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ગાયકવાડે શ્રીલંકામાં બે ્૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી હતી પરંતુ ર્ંડ્ઢૈંમાં તેને તક મળી ન હતી. ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ્૨૦ ઈન્ટરનેશનલમાં પણ તેને સ્થાન મળ્યું ન હતું કારણ કે રોહિત ટોચ પર બેટિંગ કરી રહ્યો હતો અને રાહુલ અને ઈશાન કિશન તેના ઓપનિંગ પાર્ટનર હતા. ગાયકવાડે મધ્યપ્રદેશ સામે ૧૩૬, છત્તીસગઢ સામે અણનમ ૧૫૪ અને કેરળ સામે સતત મેચોમાં ૧૨૪ રન બનાવ્યા છે, જેને અવગણવા પસંદગીકારો માટે મુશ્કેલ હશે. બીજી તરફ, ધવને આ સમયગાળા દરમિયાન શૂન્ય, ૧૨, ૧૪, ૧૮ રનની ઇનિંગ્સ રમી છે. કોચ રાહુલ દ્રવિડે જે રીતે અજિંક્ય રહાણે અને ઈશાંત શર્મા જેવા સિનિયર ખેલાડીઓને ટેસ્ટ મેચ માટે તક આપી છે તે જાેતા લાગે છે કે ધવનને પણ બીજી તક મળશે. મ્ઝ્રઝ્રૈં ના એક સૂત્રએ કહ્યું, છેલ્લી વખત જ્યારે ભારતે ૫૦ ઓવરની સિરીઝ રમી ત્યારે ધવન ભારતનું નેતૃત્વ કરી રહ્યો હતો અને શ્રીલંકામાં પણ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેની પાસે લય મેળવવાની અને રન બનાવવાની ક્ષમતા છે. તેથી ગાયકવાડ ટીમમાં હોવો જાેઈએ પરંતુ મને લાગે છે કે પસંદગીકારો ધવનને એક છેલ્લી તક આપી શકે છે.વિજય હજારે ટ્રોફીમાં ઓપનર શિખર ધવનની નબળી લય દક્ષિણ આફ્રિકાના આગામી પ્રવાસ પહેલા ભારતીય પસંદગીકારો માટે ચિંતાનું કારણ બની શકે છે. પરંતુ યુવા ઋતુરાજ ગાયકવાડ અને વેંકટેશ ઐયરની ટીમમાં પસંદગી લગભગ નિશ્ચિત છે. ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા એ પહેલા જ જાન્યુઆરીમાં રમાનારી ત્રણ મેચની ર્ંડ્ઢૈં શ્રેણી માટે આ ફોર્મેટના કેપ્ટન તરીકે રોહિત શર્માની નિમણૂક કરી દીધી છે, પરંતુ હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. ૫૦ ઓવરની સ્પર્ધા માટે બાયો-બબલ અને વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને પસંદગીકારો કેટલા ખેલાડીઓને ટીમમાં મૂકે છે તે જાેવું રહ્યું. વિજય હજારે ટ્રોફીની વર્તમાન સિઝનમાં ગાયકવાડ અને ઐયરે અત્યાર સુધીમાં અનુક્રમે ત્રણ અને બે સદી ફટકારી છે. અય્યરે આ સમયગાળા દરમિયાન કેટલીક વિકેટો પણ લીધી છે, જે સ્પષ્ટ કરે છે કે તે ટીમના અગ્રણી ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાને પાછળ છોડી દેવા તૈયાર છે. એવું માનવામાં આવે છે કે કેએલ રાહુલ અને રોહિતની હાજરીમાં ઐય્યરને ઓપનર તરીકે ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ બનશે. આવી સ્થિતિમાં, ઐય્યરે પાંચમા કે છઠ્ઠા ક્રમ પર બેટિંગ કરતી વખતે ફિનિશરની ભૂમિકા ભજવવી પડશે. તેણે કેરળ સામે ચોથા નંબર પર બેટિંગ કરતી વખતે ૮૪ બોલમાં ૧૧૨ રન અને પછી પાંચમાં નંબર પર બેટિંગ કરતી વખતે ૪૯ બોલમાં ૭૧ રન બનાવીને સમાન ભૂમિકા ભજવી હતી. આ ક્રમને આગળ વધારતા રવિવારે તેણે ૧૧૩ બોલમાં ૧૦ સિક્સરની મદદથી ૧૫૧ રનની ઇનિંગ રમી હતી. મ્ઝ્રઝ્રૈં ના એક સૂત્રએ નામ ન આપવાની શરતે સમાચાર સંસ્થાને જણાવ્યું કે, વેંકટેશ ચોક્કસપણે દક્ષિણ આફ્રિકા જઈ રહ્યો છે. તે દરેક મેચમાં ૯ કે ૧૦ ઓવર બોલિંગ કરી રહ્યો છે અને હાર્દિક અસ્વસ્થ હોવાથી તેને તક આપવાનો આ સારો સમય છે. નવા ટીમ મેનેજમેન્ટે તેને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાની સલાહ આપીને યોગ્ય કર્યું. જાે તે ઈજાગ્રસ્ત નહીં હોય, તો તે ચોક્કસપણે દક્ષિણ આફ્રિકા માટે ર્ંડ્ઢૈં ટીમમાં હશે.
