Maharashtra

એકથી બેગમે’ વેબ સિરીઝને દેશભરમાં સારો પ્રતિભાવ મળ્યો

મુબઈ
રિયલ ઘટનાઓથી પ્રેરિત આ ક્રાઇમ થ્રિલર ‘એક થી બેગમ-૨’ ડ્રામા, એકશન અને વેરવૃતિથી ભરપૂર છે અને પ્રતિભાશાળી એકટર્સ શહાબ અલી, અજય ગેહી, ચિન્મય માંડલેકર, વિજય નિકમ, રેશમ શ્રીવર્ધનકર, રાજેન્દ્ર શિરસાટકર, નઝર ખાન, સૌરાસેની મૈત્રા, લોકેશ ગુપ્તે મીર સરવાર, પૂર્ણદા વાંદેકર, રોહન ગુર્જર મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝ ફ્રીમાં સ્ટ્રીમ કરો, ખાસ એમએકસ પ્લેયર પર.’એકથી બેગમ’ આ વખતે વધુ ભવ્ય, વધુ બોલ્ડ અને બેટર હોવાની વાત સાથે દરેક લોકો સંમત થઇ રહ્યા હોય એમ લાગે છે. લાખો દર્શકોનાં દિલ જીતનારી દ્વિભાષિક એમએકસ ઓરિજિનલ સિરીઝ ‘એક થી બેગમ ૨’ દેશભરમાંથી અદભુત રિસ્પોન્સ મેળવીને અવ્વલ એન્ટરટેઇનમેન્ટ એપ માટે વધુ એક અવ્વલ શો બની રહ્યો છે એમ લાગે છે. ‘આશ્રમ’, ‘ભૌકાલ’ અને ‘રકતાંચલ’ વગેરે જેવી પ્લેટફોર્મ પરની સૌથી હિટ સિરીઝ સાથેની હરોળમાં આવેલી અનુજા સાઠે સ્ટારર આ સિરીઝમાં હિંમતબાજ મહિલા અશરફ ભાટકર એક સુખી ગૃહિણીમાંથી શાંત અને ગણતરીબાજ લીલા પાસવાનમાં કેવી રીતે ફેરવાય છે અને તેના પતિની હત્યાનું વેર વાળવા માટે અન્ડરવર્લ્‌ડ ડોન મકસૂદની દુનિયાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. એની વાત છે. સચિન દરેકર અને વિશાલ મોઢાવે દિગ્દર્શિત આ સિરીઝનો જૂજ સિરિયલ્સમાં સમાવેશ થાય છે કે જેની પ્રથમ સીઝનને પણ ભરપૂર પ્રેમ મળ્યો હતો અને દર્શકોની અપેક્ષામાં ખરી ઉતરી હતી. આ વિશે અનુજા સાઠે કહે છે. ‘અશરફ સામાન્ય રીતે જાેવા મળતા હીરો જેવી નથી, પરંતુ તે ઓટીટી પ્લેટફોર્મ પર જાેવા મળતા મજબૂત મહિલા મુખ્ય પાત્રોામાંથી એક છે. તેણે પુરૂષોની દુનિયામાં ડર અથવા નિષ્ફળતા સામે નહીં ઝૂકીને આત્મવિશ્વાસ બનાવ્યો છે. મને એ જાણીને ખુશી થાય છે કે આ સિરીઝ એકએકસ પ્લેયર પર બહુ અદભુત કામ કરી રહી છે અને પ્લેટફોર્મ પર સૌથી વધુ જાેવાતા શોઝમાંથી એક છે.

EK-THI-BEGUM-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *