સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈનો માહોલઃ કોટનમાં ઉછાળોઃ મેન્થા તેલ, સીપીઓ ઘટ્યાઃ રબરમાં સુધારોઃ બુલડેક્સમાં 49 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,27,504 સોદાઓમાં કુલ રૂ.11,844.24 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં એમસીએક્સ પર 1,653 સોદાઓમાં રૂ.135.99 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 520 સોદાઓમાં રૂ.38.20 કરોડનાં 530 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 821 સોદાઓમાં રૂ.71.92 કરોડનાં 845 લોટ્સના વેપાર થયા હતા, જ્યારે એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 312 સોદામાં રૂ.25.87 કરોડનાં 318 લોટ્સનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,628 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,060 લોટ્સના સ્તરે રહ્યો હતો, જ્યારે એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 142 લોટ્સના સ્તરે હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,416ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,438 અને નીચામાં 14,389ના સ્તરને સ્પર્શી, 49 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 3 પોઈન્ટ ઘટી 14,422ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,890ના સ્તરે ખૂલી, 299 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 174 પોઈન્ટ વધી 17,086ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો નવેમ્બર વાયદો 6,525ના સ્તરે ખૂલી, ઊપરમાં 6,570 અને નીચામાં 6,470 બોલાઈ, દિવસ દરમિયાન 100 પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે 107 પોઈન્ટ ઘટી 6,509ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 42,228 સોદાઓમાં કુલ રૂ.2,734.77 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,013ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,038 અને નીચામાં રૂ.47,858 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2 ઘટી રૂ.47,960ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.107 વધી રૂ.38,859 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.45 વધી રૂ.4,803ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,953 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,143 અને નીચામાં રૂ.64,829 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.191 ઘટી રૂ.64,974 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.155 ઘટી રૂ.65,182 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.162 ઘટી રૂ.65,165 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 15,919 સોદાઓમાં રૂ.2,795 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.55 વધી રૂ.217.55 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.3.25 વધી રૂ.282ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.25 વધી રૂ.745 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.8 ઘટી રૂ.1,524.40 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.75 વધી રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 35,311 સોદાઓમાં કુલ રૂ.3,241.71 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,180ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,183 અને નીચામાં રૂ.6,081 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.110 ઘટી રૂ.6,110 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7 ઘટી રૂ.458.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 1,865 સોદાઓમાં રૂ.236.64 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,768ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1773 અને નીચામાં રૂ.1760 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7.50 વધી રૂ.1,766.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,680ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,798 અને નીચામાં રૂ.17,635 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.77 વધી રૂ.17,750ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,142.20ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1143 અને નીચામાં રૂ.1140 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.30 ઘટી રૂ.1141.50 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.40 ઘટી રૂ.942.90 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.530 વધી રૂ.32,630 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,675 સોદાઓમાં રૂ.1,566.01 કરોડનાં 3,264.017 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 31,553 સોદાઓમાં કુલ રૂ.1,168.76 કરોડનાં 179.577 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.626.76 કરોડનાં 28,955 ટન, જસતના વાયદાઓમાં રૂ.348.48 કરોડનાં 12,315 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,037.98 કરોડનાં 13,810 ટન, નિકલના વાયદાઓમાં રૂ.663.66 કરોડનાં 4,356 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.118.12 કરોડનાં 6,335 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 15,586 સોદાઓમાં રૂ.1,508.06 કરોડનાં 24,63,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 19,725 સોદાઓમાં રૂ.1,733.65 કરોડનાં 3,77,83,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 10 સોદાઓમાં રૂ.0.39 કરોડનાં 44 ટન અને કોટનના વાયદાઓમાં 1,100 સોદાઓમાં રૂ.104.41 કરોડનાં 32775 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 53 સોદાઓમાં રૂ.2.84 કરોડનાં 29.88 ટન, રબરના વાયદાઓમાં 32 સોદાઓમાં રૂ.0.57 કરોડનાં 32 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 670 સોદાઓમાં રૂ.128.43 કરોડનાં 11,410 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,687.236 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 628.933 ટન, એલ્યુમિનિયમમાં 15,960 ટન, જસત વાયદામાં 6,365 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,080 ટન, નિકલ વાયદામાં 2,329.5 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,825 ટન, ક્રૂડ તેલમાં 6,61,400 બેરલ અને નેચરલ ગેસમાં 90,57,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 120 ટન, કોટનમાં 143500 ગાંસડી, મેન્થા તેલમાં 393.12 ટન, રબરમાં 55 ટન, સીપીઓમાં 80,580 ટનના સ્તરે રહ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 30,528 સોદાઓમાં રૂ.2,700.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.242.29 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.36.68 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,419.64 કરોડનાં કામકાજ થયાં હતાં.
