મુંબઇ
પરિણીતી ચોપડાએ બોલીવૂડમાં પોતાની મહેનતથી સાબિત કર્યુ છે કે તે ગમે તેવા રોલ ભજવી શકે છે. તેની અનેક ફિલ્મોને દર્શકોએ વખાણી છે અને તેના પાત્રો પણ બધાને ગમ્યા છે. હવે આગામી ફિલ્મમાં પરિણીતીની જાેડી રણબીર કપૂર સાથે બની રહી હોઇ તે અત્યંત ખુશ છે. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલમાં આ બંને સાથે જાેવા મળશે. આ ફિલ્મ વર્ષ ૨૦૨૨માં દશેરાના તહેવાર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ, તૃપ્તી ડિમરી પણ ખાસ ભુમિકામાં છે. પરિણીતી તાજેતરમાં માલદિવ વેકેશન માણવા ગઇ હતી. તેની સાથે પરિવારજનો પણ સામેલ હતાં. ત્યાંથી પરિણીતીએ રેડ કલરની હોટ મોનોકિની તસ્વીર પોસ્ટ કરતાં ચાહકોએ ભરપુર પસંદ કરી હતી. પ્રિયંકા ચોપડાએ પણ તેના આ લૂકના વખાણ કર્યા હતાં. પરિણીતીની ફિલ્મો સંદિપ પિન્કી ફરાર અને ગર્લ ઓન ધ ટ્રેન તથા સાયના દર્શકોએ વખાણી હતી. હવે તે એનિમલનું કામ શરૂ કરશે.
