Maharashtra

કાંદા- બટેટાના ભાવમાં ઘટાડાથી લોકોને થોડી રાહત

મુંબઈ
નવી મુંબઈની એપીએમસીની જથ્થાબંધ બજારમાં અઠવાડિયા પહેલાં કાંદાનો ભાવ ૧૭થી ૨૭ રૃપિયા કિલોની આસપાસ હતો. આ ભાવમાં લગભગ ચાર રૃપિયાનો ઘટાડો થયો છે. આવી જ રીતે લસણના ભાવમાં કિલોએ આઠ રૃપિયા અને બટેટાના ભાવમાં બે રૃપિયાનો ઘટાડો થયો છે. માર્કેટના અગ્રણી અશોક વાળુંજે જણાવ્યું હતું કે કાંદા, બટેટા, લસણની આવક મોટા પ્રમાણમાં વધવા માંડતા ભાવ ગગડવા માંડયા છે. એ.પી.એમ.સી.માં દરરોજ લગભગ ૧૨૫ ટ્રક ભરીને કાંદા ઠલવાવા લાગ્યા છે. એ.પી.એમ.સી. બજારમાં અત્યારે કાંદાનો ભાવ ૧૪થી ૨૨ રૃપિયે કિલો, બટેટાનો ભાવ ૯થી ૧૮ રૃપિયે કિલો થઈ ગયો છે. લસણની કિંમતમાં આઠ રૃપિયા ઘટાડો થવાથી ૨૦થી ૪૫ રૃપિયે કિલો જથ્થાબંધના ભાવે વેંચાય છે.શાકભાજીના વધતા ભાવને લીધે વધુ આર્થિક બોજાે સહન કરતા લોકોને કાંદા, બટેટા અને લસણની કિંમતમાં ઘટાડાથી થોડી રાહત થઈ છે. શાકભાજીના વધતા ભાવને લીધે વધુ આર્થિક બોજાે સહન કરતા લોકોને કાંદા, બટેટા અને લસણની કિંમતમાં ઘટાડાથી થોડી રાહત થઈ છે.

onion-patato.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *