મુંબઈ
સાન ડિએગો ) કેમરુન નોરીએ ટોચના ક્રમાંકિત આન્દ્રેઇ રુબલેવને હરાવીને સાન ડિએગો ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. તેનો ટાઇટલ મુકાબલો નોર્વેના બીજા ક્રમાંકિત કાસ્પર રુડ સામે થશે. બ્રિટનના ૨૬ વર્ષીય નોરીએ રશિયન ખેલાડીને પ્રથમ સેટ હાર્યા બાદ ૩-૬, ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. વિશ્વના ૧૦મા ક્રમાંકિત કાસ્પરે અન્ય સેમિફાઇનલમાં બલ્ગેરિયાના ગ્રિગોર ડિમિટ્રોવને ૬-૪, ૪-૬, ૬-૪થી હરાવ્યો હતો. કાસ્પરે આ પહેલાં ત્રણ વખતના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન એન્ડી મરેને સીધા સેટમાં હરાવ્યો હતો. કેમરુન નોરી વર્તમાન સિઝનમાં પાંચમી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો છે.
