મુંબઇ ,
રાજમૌલીની આરઆરઆર ફિલ્મ ૭ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થઇરહી હોવાથી ભણશાલી આ બે ફિલ્મોની રૂપેરી પડદે ટક્કર ટાળવા માંગતા હતા. તેથી ભણશાલીએ પોતાની ફિલ્મનું શેડયુલ બદલવાનો ર્નિણય લીધો. રાજ મૌલીએ ભણશાલીના આ ર્નિણયને આવકાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમે ભણશાલીની ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મની રિલીઝ તારીખના ફેરફારના ર્નિણયનું સ્વાગત કરીએ છીએ અને તેમની ફિલ્મ માટે તેમને શુભકામના આપીએ છીએ. ઉલ્લેખનીય છે કે, ગંગુબાઇ કાઠિયાવાડી અને આરઆરઆર બન્નેમાં આલિયા ભટ્ટ મુખ્ય રોલમાં જાેવા મળવાની છે. સંજય લીલા ભણશાલીએ પોતાનીઆવનારી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીની રિલીઝ તારીખમાં ફરી ફેરફાર કર્યો છે. તેઓ સાલ ૨૦૨૨ની બે ફિલ્મોની ટક્કરને રોકવા માટે આ ર્નિણય લીધો છે. હવે તેમની ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૨માં રિલીઝ થવાની હતી જે હવે થવાની નથી. ગુંગબાઇ ફિલ્મના ફિલ્મસર્જકે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, અમે ફિલ્મને હવે ફેબુ્રઆરી ૨૦૨૨ના રિલીઝ કરવામાં આવશે. હવે આ ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ નહીં થાય.
