મુંબઈ
ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીને સાઉથ કોરિયાને ૩-૦થી હરાવીને સુદીરમન કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ચીને બેડમિન્ટનની આ મિક્સ ટીમ ઇવેન્ટમાં ૧૪મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને તે ૧૧ વખત ચેમ્પિયન બની ચૂક્યું છે. ક્વાર્ટર ફાઇનલમાં સ્ટાર બનેલા સાઉથ કોરિયાના હિયો ક્વાંધીને ચાઇનીઝ ખેલાડી યુ કીએ ૧૭-૨૧, ૨૧-૯, ૨૧-૧૧થી હરાવીને પોતાની ટીમને ૨-૦ની લીડ અપાવી દીધી હતી. મિક્સ ડબલ્સમાં વાંગ યિ લ્યૂ અને હુઆંગ ડોંગ પિંગની બીજી ક્રમાંકિત જાેડીએ સિયો સેયુગજાઇ અને શિન સેયુંગચાનની જાેડીને ૨૧-૧૪, ૨૧-૧૫થી હરાવી હતી.
