Maharashtra

જેકલીન અને નોરા ફતેહી ઈડીની રડાર પર

મુંબઈ
ઈડીએ આ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં જેકલીન અને નોરાના નામ પણ સામેલ છે. આ ચાર્જશીટ દ્વારા ઈડ્ઢએ દાવો કર્યો છે કે સુકેશ દ્વારા જેકલીનને કરોડોની ભેટ મળી હતી, જેમાં ૫૨ લાખની કિંમતનો ઘોડો અને ૯ લાખની કિંમતની એક ગાડીનો સમાવેશ થાય છે. આ સિવાય જેકલીનને સુકેશ પાસેથી હીરાની વસ્તુઓ અને મોંઘા કપડાં ભેટ તરીકે મળ્યા હતા. આ પહેલા સુકેશ સાથે જેકલીનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરો વાયરલ થયા બાદ જેકલીનના એ દાવા પર સવાલો ઉભા થયા હતા કે એક્ટ્રેસનો ખંડણીના આરોપી સુકેશ સાથે કોઈ સંબંધ નથી. બંનેના ડેટિંગના સમાચારોએ પણ હાલ વેગ પકડ્યો છે.ઈડ્ઢ આ કેસમાં વધુ બોલિવૂડ સેલિબ્રિટીઓને સમન્સ મોકલી શકે છે. એક રિપોર્ટ મુજબ, જેક્લીન અને નોરા સિવાય ઈડ્ઢને અન્ય કેટલીક બોલિવૂડ સેલિબ્રિટીઓના સુકેશ સાથે નાણાકીય લેવડ-દેવડના રેકોર્ડ મળ્યા છે. હાલમાં, આ માહિતી જાહેર કરવામાં આવી નથી કે આ સેલિબ્રિટી કોણ છે અને ન તો ઈડ્ઢએ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું છે.બોલિવૂડની બે અભિનેત્રીઓ જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી ૨૦૦ કરોડના ખંડણી કેસના મુખ્ય સૂત્રધાર સુકેશ ચંદ્રશેખર સાથે પહેલેથી જ સંબંધ ધરાવે છે. જેથી આ કેસમાં અનેકવાર આ બંને અભિનેત્રીની પુછપરછ કરવામાં આવી છે. ત્યારે મળતા અહેવાલો પ્રમાણે આ કેસમાં જેકલીન અને નોરા બાદ અન્ય કેટલીક બોલિવૂડ સેલિબ્રિટીઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) નિશાના પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *