Maharashtra

ડેવિડ વોર્નર મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ઠંડા પીણાની બોટલને હટાવી દીધી

મુંબઈ
યુરોપ કપ-૨૦૨૦ની મેચ બાદ રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સમાંથી જાણીતી કંપની ઠંડા પીણાંની બોટલ હટાવી દીધી હતી. આ પછી બીજા ઘણા ખેલાડીઓએ આવું કર્યું. તે પીણાંની કંપની અને યુઇએફએ વચ્ચે એક કરાર છે અને આ કારણોસર બંનેએ ખાતરી કરી હતી કે ભવિષ્યમાં રોનાલ્ડોએ જે કર્યુ હતુ તે કોઈ બીજુ નહી કરે. પરંતુ રોનાલ્ડોએ જે કર્યું તેના કારણે કંપનીને ૫.૨ બિલિયન ડોલરનું નુકસાન થયું હતું.વિશ્વના મહાન ફૂટબોલરોમાંથી એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એ, યૂરો કપ-૨૦૨૦ ની મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં એવું કામ કર્યું કે એક કંપનીને કથિત રીતે કરોડોનું નુકસાન થયું હતુ. રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સ શરૂ થતા પહેલા પોતાની સામે મુકેલી ઠંડા પીણાની બોટલ હટાવી દીધી હતી. હાલમાં સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં ્‌૨૦ વર્લ્‌ડ કપ રમાઈ રહ્યો છે અને તેમાં પણ એક ખેલાડીએ રોનાલ્ડોની જેમ કંઈક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ખેલાડીનું નામ છે ડેવિડ વોર્નર . ઓસ્ટ્રેલિયન ઓપનરે શ્રીલંકા સામે રમાયેલી મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોનાલ્ડોની જેમ જ કંઈક કર્યું. જ્યારે વોર્નર પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવા માટે ખુરશી પર બેઠો હતો ત્યારે તેની સામે ઠંડા પીણાંની બે બોટલ મૂકવામાં આવી હતી. વોર્નરે આ બે બોટલ ઉપાડી અને પોતાની પાસે રાખી. પછી તેણે માઈક ઠીક કરવા આવેલા વ્યક્તિને પૂછ્યું, શું હું તેને હટાવી શકું? ત્યારે તેની સામે બેઠેલા કોઈએ તેને કંઈક કહ્યું અને તેણે જવાબ આપ્યો, તો મારે તેને ત્યાં જ રાખવી પડશે. જાે તે ક્રિસ્ટિયાનો માટે સારું છે, તો તે મારા માટે પણ સારું છે. વોર્નર છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. ૈંઁન્ માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે પણ તે નિષ્ફળ ગયો હતો અને તેથી જ તેની કેપ્ટનશીપ છીનવાઈ ગઈ હતી. વોર્નરે ગઈકાલે જ કહ્યું હતું કે તેને નથી લાગતું કે હૈદરાબાદની ટીમ તેને જાળવી રાખશે. તેથી તે આઈપીએલની આગામી સિઝનની હરાજીમાં પોતાને સામેલ કરશે. ઓપનર વોર્નર પણ શ્રીલંકા સામે તેના ફોર્મમાં પાછો ફર્યો હતો અને તેણે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ મેચમાં વોર્નરે ૪૨ બોલમાં ૬૫ રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે ૧૦ ચોગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગના કારણે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ છ વિકેટે ૧૫૪ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક ૧૭ ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.

David-warner-press-conference-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *