Maharashtra

ડોક્ટરોની હડતાળ પુરી નહીં થાય જ્યાં સુધી પોલીસ એફઆઈઆર પાછી નહીં લે

મુંબઈ
દેશભરના નિવાસી ડોકટરોએ દ્ગઈઈ્‌-ઁય્ કાઉન્સિલિંગમાં વિલંબ સામે તેમનો વિરોધ ચાલુ રાખ્યો અને “તમામ આરોગ્ય સેવાઓ” બંધ કરવાની ચેતવણી આપી. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ફોર્ડાના પ્રતિનિધિઓના ૧૨ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે ઈમરજન્સી બેઠક બોલાવી હતી.એક દર્દીના પરિવારના અન્ય સભ્યએ જણાવ્યું કે ડૉક્ટરોએ તેમને હડતાળ પૂરી થયા બાદ આવવા કહ્યું છે. અન્ય દર્દીના પરિવારના સભ્યએ કહ્યું, “અમે હોસ્પિટલની મુલાકાત લઈએ છીએ પરંતુ અહીંના લોકો કહે છે કે ડૉક્ટરો હડતાળ પર હોવાથી દર્દીઓની સારવાર કરવામાં આવશે નહીં. અમે આવીએ છીએ અને પાછા જઈએ છીએ.” ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશનએ દ્ગઈઈ્‌-ઁય્ કાઉન્સિલિંગમાં વિલંબ અને પોલીસ દ્વારા ડૉક્ટરો સાથે કથિત ગેરવર્તણૂકના વિરોધને સમાપ્ત કરવા માટે ત્રણ માંગણીઓ પ્રસ્તાવિત કર્યાના એક દિવસ પછી, તેણે બુધવારે હડતાલ ચાલુ રાખવાનો ર્નિણય કર્યો. ફોર્ડાના પ્રમુખ ડૉ. મનીષના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી પોલીસ તેમના વર્તન માટે લેખિતમાં માફી નહીં માંગે અને હ્લૈંઇ પાછી ખેંચી ન લે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ડૉ. મનિષે કહ્યું હતું કે, “સૌથી પહેલા, અમે ઇચ્છીએ છીએ કે સંબંધિત સત્તાવાળાઓ એ સુનિશ્ચિત કરે કે ૬ઠ્ઠી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટની સુનાવણી પછી અમને કાઉન્સિલિંગની તારીખ તરત જ મળે. બીજું, પોલીસ અધિકારીઓએ ડોકટરો પરના હુમલા બદલ માફી માંગવી જાેઈએ અને ત્રીજું, અમે ઈચ્છીએ છીએ કે વિરોધીઓ વિરુદ્ધ નોંધાયેલ હ્લૈંઇ પાછી ખેંચી લેવામાં આવે. તેમણે વધુમાં કહ્યું કે, “હડતાળ હજુ ચાલુ છે. ૈં્‌ર્ં ખાતે રેસિડેન્ટ ડોકટરો દ્વારા ગઈકાલના વિરોધ દરમિયાન પોલીસની ર્નિદયતા માટે અમે લેખિત માફીની માંગ કરીએ છીએ.”,તબીબોની હડતાળનો માર દર્દીઓને ભોગવવો પડે છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક દર્દીના સંબંધીએ કહ્યું, “મને આ હડતાલને કારણે માત્ર તારીખો મળી રહી છે, પરંતુ તેઓએ રોગચાળા દરમિયાન જબરદસ્ત રીતે કામ કર્યું છે. તેની માંગ ઘણી વાજબી છે. સરકારે વહેલી તકે આનો સ્વીકાર કરવો જાેઈએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *