Maharashtra

તારક મહેતા ફ્રેમ જેઠાલાલ ઉર્ફે દિલીપ જાેશીની દિકરીના લગ્ન ૧૧ ડિસેમ્બરે યોજાશે

મુંબઇ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જેઠાલાલથી લઈને બબિતા સુધીના દરેક પાત્રો દર્શકો ફેવરિટ છે. તેમાંથી સૌથી વધારે ગમતું કોઈ પાત્ર હોય તો તે છે જેઠાલાલ. જેઠાલાલનુ રિયલ નામ દિલીપ જાેશી છે અને સીરિયલના તેઓ હાઈએસ્ટ પેઈડ એક્ટર છે. દિલીપ જાેશી લાકડી દીકરીના લગ્ન ધામધૂમથી કરવાના છે. મુંબઈની એક જાણીતી ફાઈવ સ્ટાર હોટેલમાં ફંક્શન યોજાવવાનું છે. જેમાં દિશા વાકાણી સહિત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમને આમંત્રિત કરવામાં આવી છે. અન્ય કો-એક્ટર્સ તો ઉપસ્થિત રહેશે પરંતુ દિશા વાકાણી લગ્નમાં હાજરી આપવાની નથી.ટીવી એક્ટર દિલીપ જાેશીની દીકરી નિયતિ જાેશીના લગ્ન ૧૧ ડિસેમ્બરે યોજાવવાના સમાચાર સામે આવી રહ્યા છે. માહિતિ એવી પણ છે કે નિયતિ જાેશી એક દ્ગઇૈં સાથે લગ્ન કરવાની છે. દિલીપ જાેશીને રિત્વિક જાેશી અને નિયતિ જાેશી એમ બે બાળકો છે. હાલ તેઓ દીકરીને પરણાવવાની તૈયારીમાં લાગેલા છે. નિયતિ જાેશીના લગ્ન કોઈ એનઆરઆઈ સાથે થવાના છે અને લગ્નનું આયોજન ૧૧ ડિસેમ્બરે રાખવામાં આવ્યું છે. મળેલી જાણકારી અનુસાર, આ લગ્ન કોઇ ગ્રાન્ડ વેડિંગથી ઓછા નહીં હોય. મુંબઇની તાજ હોટલમાં આ સમારોહ યોજાશે અને દિલીપ જાેશી પોતે જ તમામ વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.

Dilip-Joshi-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *