Maharashtra

દિલ્હીમાં અર્શી ખાનનો અકસ્માત થયો ઃ હોસ્પિટલમાં દાખલ

મુંબઈ,
અર્શી ખાન પહેલીવાર ૨૦૧૭માં ‘બિગ બોસ’ની ૧૧મી સીઝનથી લાઇમલાઇટમાં આવી હતી. આ પછી તે બિગ બોસ ૧૪માં પણ ચેલેન્જર તરીકે જાેવા મળી હતી. શોમાંથી બહાર આવતાં જ અર્શી ખાનને ડિરેક્ટર દુષ્યંત સિંહની ફિલ્મ ‘ત્રાહિમ’ની ઑફર મળી હતી. આ ફિલ્મમાં તે ગામડાની છોકરીનું પાત્ર ભજવવા જઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અર્શી ખાનની મહત્વાકાંક્ષા બોલિવૂડમાં કરિયર બનાવવાની છે. અર્શી ખાન ‘વિશ’ અને ‘સાવિત્રી દેવી કોલેજ એન્ડ હોસ્પિટલ’ જેવી ટીવી સિરિયલોમાં પણ જાેવા મળી છે. તે ટૂંક સમયમાં ટીવી પર સ્વયંવર શો ‘આયેંગે તેરે સજના’માં જાેવા મળશે. મનોરંજન ક્ષેત્રે કામ સિવાય અર્શી ખાન તેના નિવેદનો અને સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીર શેર કરવાને કારણે ચર્ચામાં રહે છે.બિગ બોસ ફેમ અભિનેત્રી અર્શી ખાનના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. અર્શી ખાન એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત સોમવારે દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં થયો હતો. જાે કે અર્શી ખાન ખતરાની બહાર છે. તેના અકસ્માતના સમાચાર સાંભળીને ચાહકો સોશિયલ મીડિયા પર અર્શીને તેની ખબર પૂછી રહ્યા છે અને તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. હાલ અર્શી ખાન હોસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર જ્યારે અકસ્માત થયો ત્યારે અર્શી ખાન તેની મર્સિડીઝ કારમાં હતી. આ અકસ્માત દિલ્હીના માલવિયા નગર પાસે શિવાલિક રોડ પર થયો હતો. આ દરમિયાન તેનો આસિસ્ટન્ટ પણ તેની સાથે હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કાર અથડાતાની સાથે જ એરબેગ્સ ખુલી ગઈ, જેના કારણે અર્શી ખાન ગંભીર ઈજાઓથી બચી ગઈ હતી. જાે કે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અર્શી શૂટિંગના સંબંધમાં દિલ્હી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *