Maharashtra

દીપિકા પદુકોણ આગામી ફિલ્મમાં એકશન કરતી જાેવા મળશે

મુંબઇ
આ ફિલ્મમાં દીપિકા પણ ઋતિક રોશન સાથે એકશન દ્રશ્યો ભજવતી જાેવા મળવાની છે. સિદ્ધાર્થ આનંદે કહ્યું હતુ ંકે, ઋતિક અને દીપિકા સાથે એકશન દ્રશ્યોને શૂટ કરવા એ મારા માટે એક મોટો પડકાર છે.ખાસ કરીને ફિલ્મ વોર પછી આ પ્રકારની ફિલ્મ બનાવવી એ રમત વાત નથી તેમ ડાયરેકટરનું માનવું છે. દીપિકા અને ઋતિક સાથે હોવાથી એકશનનું પ્રમાણ આ ફિલ્મમાં વધારવું પડે તેવી શક્યતા છે. સિદ્ધાર્થ આનંદે વધુમાં કહ્યું હતું કે, ફિલ્મ વોર બ્લોકબસ્ટર પુરવાર થઇ પછી, ભારતમાં ફાઇટરને લઇને દર્શકોની આશા વધુ વધી ગઇ છે. એકશન ડિઝાઇન કરવા માટે હોલીવૂડ ટેકનિશિયનો સાથે કામ કરવું મહત્વનું નથી. આપણત્ત્યાં પણ બહુ ટેલન્ટેડ લોકો છે. આપણે શું જાેઇએ છીએ તેમ હત્વનું છું. હું ભારતીય પ્રતિભા સાથે કામ કરવાનું પસંદ કરીશ. દીપિકા પદુકોણ આગામી ફિલ્મમાં ભરપુર એકશન દ્રશ્યો કરતી જાેવા મળવાની છે. દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ ઋતિક રોશન અને દીપિકા પદુકોણને લઇને ફિલ્મ ફાઇટર બનાવી રહ્યા છે. ફિલ્મ ફાઇટર ભારતની પ્રથમ એરિયલ એકશન ફ્રેન્ચાઇજી છે. આ ફિલ્મ ભારતીય વાયુસેના પર આધારિત હોવાથી એકશન દ્રશ્યો વાસ્તવિક લાગે તેવા દર્શવવા પડશે.

Dipika-padukon-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *