મુંબઈ
એક તરફ ઈંગ્લેન્ડની ટીમમાં ગભરાટનો માહોલ છે તો બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ સંપૂર્ણ રીતે શાંત છે. આ ટીમનો દરેક ખેલાડી ફિટ છે અને સેમીફાઈનલમાં કિવી પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર જાેવા મળતો નથી. ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ માર્ટિન ગુપ્ટિલ, ડેરેલ મિશેલ, કેન વિલિયમસન, ડેવોન કોનવે, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, ટિમ સાઉથી, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ. ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ જાેસ બટલર, જાેની બેરસ્ટો, મોઈન અલી, ડેવિડ મલાન, ઈયોન મોર્ગન, લિયામ લિવિંગસ્ટોન, સેમ બિલિંગ્સ, ક્રિસ વોક્સ, ક્રિસ જાેર્ડન, માર્ક વુડ અને આદિલ રશીદ. ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ ના લીગ તબક્કામાં શાનદાર પ્રદર્શન કરનાર ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો , હવે સેમીફાઈનલમાં એકબીજાનો સામનો કરવા જઈ રહી છે. જ્યારે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ આમને-સામને હશે. ત્યારે ચાહકોને વર્ષ ૨૦૧૯ના વર્લ્ડ કપની ફાઈનલ ચોક્કસપણે યાદ હશે. માત્ર ચાહકો જ નહીં, આ બંને ટીમોના દરેક ખેલાડી, કોચ, સપોર્ટ સ્ટાફને તે મેચ યાદ હશે. ન્યુઝીલેન્ડ માટે આ બદલો લેવાની તક છે અને તેની જીતની આશા પણ રાતોરાત વધી ગઈ છે. કારણ કે ઈંગ્લેન્ડના બે મોટા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે અને હવે આ ટીમ નવા સંયોજન સાથે સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. ઈંગ્લેન્ડે પોતાના એક નહીં પરંતુ બે મેચ વિનર ગુમાવ્યા છે. ઓપનર જેસન રોયના પગમાં ઈજા થઈ હતી અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો અને ફાસ્ટ બોલર ટિમલ મિલ્સ સાથે પણ આવું જ થયું હતું. રોયે ઈંગ્લેન્ડ માટે ઘણી મેચો જીતી છે અને મિલ્સ ઈંગ્લેન્ડનો ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ હતો. સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ કયા ૧૧ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે, તે એક મોટો સવાલ છે. જેસન રોયની જગ્યાએ જેમ્સ વિન્સને ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૧માં આ બેટ્સમેને ૩૮ મેચમાં ૩૫થી વધુની એવરેજથી ૧૧૯૭ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ ૧૪૦ની આસપાસ રહ્યો છે. વિન્સ ટોપ ઓર્ડરમાં ફિટ થઈ શકે છે પરંતુ સેમ બિલિંગ્સ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવાનો મોટો દાવેદાર છે. જાે બિલિંગ્સ ઇંગ્લિશ પ્લેઇંગ ઇલેવનમાં આવે છે, તો જાેની બેરસ્ટો જાેસ બટલર સાથે ઓપનિંગ કરી શકે છે અને બિલિંગ્સ મિડલ ઓર્ડરમાં રમતા જાેવા મળશે. બોલિંગમાં ટિમલ મિલ્સની જગ્યાએ માર્ક વુડને તક મળી શકે છે.
