Maharashtra

પાકિસ્તાની ઘાતક બોલિંગ સામે અફઘાન બેટ્‌સમેનોની આકરી કસોટી

મુંબઈ
અફઘાન બેટ્‌સમેનોએ પોતાના શક્તિશાળી શોટ્‌સ દ્વારા છેલ્લી મેચમાં સ્કોટલેન્ડના બોલર્સ ઉપર પોતાનો દબદબો મેળવ્યો હતો પરંતુ હવે તેનો સામનો ટૂર્નામેન્ટમાં સૌથી ઘાતક ગણાતા બોલિંગ આક્રમણ સામે થવાનો છે. પાકિસ્તાની બોલર્સ સામે અફઘાન બેટ્‌મસેનોએ સાવચેતીથી રમીને જરૂરી રનરેટ જાળવી રાખવો પડશે. જાે હઝરતુલ્લાહ ઝઝાઈ, ગુરબાજ અને નજીબુલ્લાહ ઝાદરાન મોટી ઇનિંગ રમે તો સ્પિનર્સ રાશિદ ખાન અને મુજિબ ઉર રહેમાન પાકિસ્તાન બેટ્‌સમેનોને દબાણ હેઠળ લાવી શકવાની ક્ષમતા ધરાવે છે. અફઘાન ટીમ માટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો સૌથી સારો વિકલ્પ રહેશે કારણ કે, રાશિદ અને રહેમાન બેટ્‌સમેનોને અંકુશમાં રાખી શકે છે. અફઘાન ટીમ પાસે દબાણવાળી મોટી મેચોમાં રમવાનો અનુભવ નથી તે તેનું નકારાત્મક પાસું છે. સતત ત્રીજા વિજય વડે પાકિસ્તાનનું સેમિફાઇનલમાં પહોંચવું લગભગ નિિૃત થઈ જશે કારણ કે, તેના બાકીના બંને મુકાબલા સ્કોટલેન્ડ અને નામિબિયા સામે છે. સતત બે મેચ જીત્યા બાદ ઉત્સાહથી ભરપૂર થયેલી પાકિસ્તાની ટીમના ઘાતક બોલિંગ આક્રમણ સામે અફઘાનિસ્તાનના બેટ્‌સમેનોની કુશળતા અને પરિપક્વતાની ટી૨૦ વર્લ્‌ડ કપના સુપર–૧૨ના ગ્રૂપ–૨માં શુક્રવારે રમાનારી ડબલ હેડરની બીજી મેચમાં આકરી કસોટી થશે. આ મેચ સાંજે ૭ઃ૩૦થી શરૂ થશે. ભારત અને ન્યૂઝીલેન્ડ સામેના વિજયથી પાકિસ્તાનનો આત્મવિશ્વાસ વધ્યો છે પરંતુ તેની ટીમના પ્રદર્શનમાં ફરક પડયો છે જેનો અફઘાન ટીમ ફાયદો ઉઠાવી શકે છે. બાબર આઝમના નેતૃત્વ હેઠળની પાકિસ્તાનની ટીમ વિજય માટે ફેવરિટ રહેશે પરંતુ અફઘાન ટીમને સહેજ પણ હળવાશથી લઈ શકાય તેમ નથી. સ્ફોટક બેટિંગ કરનાર અને વિશ્વ સ્તરીય સ્પિનર્સના કારણે અફઘાનિસ્તાન કોઈ પણ ટીમને પડકાર ફેંકવાની ક્ષમતા ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *