મુંબઈ
ટી૨૦ વર્લ્ડ કપમાં પોતાનું અભિયાન શરૂ કરે તે પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ફટકો પડયો છે. તેનો સ્ટાર પેસ બોલર લોકી ફર્ગ્યુસન સ્નાયુ ખેંચાઇ જવાના કારણે આઇસીસીની મેગા ઇવેન્ટમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને એડમ મિલનેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ફર્ગ્યુસને આઇપીએલમાં આઠ મેચ રમી હતી. તેણે લીગના બીજા તબક્કામાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમીને આઠ મેચમાં ૧૭ની સરેરાશથી ૧૩ વિકેટ ઝડપી હતી. તેનો ઇકોનોમી રેટ ૭.૪૬નો રહ્યો હતો. તે સતત ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની ગેરહાજરીના કારણે કિવિ ટીમનો પેસ એટેક થોડોક નબળો પડયો છે. હેરિસ રઉફે ઝડપેલી ચાર વિકેટ બાદ શોએબ મલિક અને આસિફ અલી વચ્ચે ૩.૫ ઓવરમાં નોંધાયેલી અણનમ ૪૮ રનની ભાગીદારીની મદદથી પાકિસ્તાને અહીં રમાયેલી આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપના સુપર–૧૨ તબક્કાના ગ્રૂપ–૨ની લીગ મેચમાં રસાકસી બાદ ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. પાકિસ્તાને આમ ટૂર્નામેન્ટમાં સતત બીજાે વિજય હાંસલ કર્યો છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે આઠ વિકેટે ૧૩૪ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને ૧૮.૪ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૧૩૫ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. રઉફને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની ટીમે રનચેઝ કરતી વખતે સુકાની બાબર આઝમની (૯) ૨૮ રનના સ્કોરે વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ હાફિઝે ૧૧ તથા ઇમદ વસીમે ૧૧ રનનું યોગદાન આપ્યું હતું.


