મુંબઈ
જયા દિલ્લીમાં એક કોર્પોરેટ ફર્મમાં નોકરી કરે છે. હાલ તે દીપકને ચિયર કરવા માટે યુએઇમાં છે. ચાહરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેમિકાની કેટલીક તસવીરો શેર કરી અને પ્રશંસકોને શુભેચ્છા પાઠવવા માટે કહ્યું. ચાહરે ઇન્સ્ટાગ્રામ પર તેની પોસ્ટનું કેપ્શન આપ્યું, ‘તસવીર બધું જ કહી દે છે. તમારા બધાના આશીર્વાદની જરૂર છેપંજાબ સામે ભલે ચેન્નાઇનો પરાજય થયો હોય પરંતુ મેચ બાદ પેસ બોલર દીપક ચહરે કશુંક એવું કરી બતાવ્યું કે ક્રિકેટના ફેન્સ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. મેચ પૂરી થયા બાદ પ્રેઝેન્ટેશનની તૈયારી થતી હતી ત્યારે દીપક વાઇઆઇપી સ્ટેન્ડમાં પહોંચી ગયો હતો અને તેણે પોતાની ગર્લફ્રેન્ડ સામે ફિલ્મી અંદાજમાં ઘૂંટણે બેસીને પ્રપોઝ કર્યું હતું. જેને તેની ગર્લફ્રેન્ડે સ્વીકાર્યું હતું અને બંનેએ એક બીજાને રિંગ પહેરાવી હતી. ત્યારબાદ બંનેએ એકબીજાને ગળે મળીને શુભેચ્છા પાઠવી હતી. ભારતીય ફાસ્ટર બોલર દીપક ચાહરે ગુરૂવારના રોજ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની વચ્ચે ૈંઁન્ ૨૦૨૧ની મેચ બાદ પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું. ૈંઁન્ના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં ચાહર ઘૂંટણિયે ટેકવી પોતાના પ્રિયજનોની સામે ગર્લફ્રેન્ડને વીંટી પહેરાવતા દેખાય છે. આ મોમેન્ટ બાદથી જ લોકો જાણવા માંગે છે કે દીપક ચાહરની મંગેતર આખરે કોણ છે? તો આપને જણાવી દઇએ કે તેનું નામ જયા ભારદ્વાજ છે. તે બિગ બોસ ફેમ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. બહેનની સગાઇ પર સિદ્ધાર્થ ભારદ્વાજે પણ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી બનાવતા કપલને અભિનંદન પાઠવ્યા. સિદ્ધાર્થ એકટર છે અને એમટીવી સ્પ્લિટ્સવિલા સીઝન ૨નો વિનર પણ છે.


