Maharashtra

બોલિવૂડના સ્ટાર કિડ્‌સ પાર્ટીના શોખીન છે

મુંબઈ
દિવગંત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂર ધીરે ધીરે બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. જ્હાન્વી કપૂરની પર્સનલ લાઇફની વાત કરીએ તો તે પણ પાર્ટી બર્ડ છે. અવાર-નવાર પોતાના મિત્રો સાથે પાર્ટી એન્જાેય કરતી જાેવા મળતી હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં જ્હાન્વી કપૂરની પોતાના એક્સ બોયફ્રેન્ડ સાથેની પાર્ટીની તસવીરો હંમેશાં ટોકિંગ પોઇન્ટ બનતી રહી છે.શાહરુખ ખાનના દીકરા આર્યનની ડ્રેગ્સ કેસમાં સડોવણીને લઈને ધરપકડ કરીને તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં છેલ્લા ત્રણ દિવસથી બોલિવૂડના સ્ટાર કિડ્‌સની હાઇપ્રોફાઇલ પાર્ટીના ફોટોઝ વાઇરલ થઈ રહ્યાં છે. ખાસ કરીને બોલિવૂડમાં કરણ જાેહરની ઈન હાઉસ પાર્ટીની તસવીરો અને કેટલાંક વીડિયોઝ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યાં છે. આર્યન જેમ બોલિવૂડ સ્ટાર કિડ્‌સ પણ હાઇપ્રોફાઇલ પાર્ટીના એડિક્ટેડ છે. બોલિવૂડના આવા જ કેટલાંક સેલિબ્રિટીઝ સ્ટાર કિડ્‌સની પાર્ટીની તસવીરો ઘણું બધુ કહી જાય છે. આર્યન ખાનની જેમ તેની બહેન સુહાના ખાનને પણ ક્લબિંગ અને હાઇપ્રોફાઇલ પાર્ટીનો શોખ છે. ગર્લ ગેંગ સાથે યુએઈ અને ઇન્ડિયામાં સુહાનાની પાર્ટીની તસવીરો સામે આવતી રહેતી હોય છે. સુહાના પોતે પણ પાર્ટીની તસવીરો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરતી રહે છે. ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે પણ પાર્ટી બર્ડ છે. અવાર-નવાર તે પોતાના મિત્રો સાથે પાર્ટી એન્જાેય કરતી અને મુંબઈમાં નાઈટ આઉટ કરતી જાેવા મળે છે. અનન્યાની ગર્લ ગેંગમાં શનાયા કપૂર અને સુહાના ખાનનો પણ સમાવેશ થાય છે. આ બોલિવૂડ સ્ટાર કિડ્‌સ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પાર્ટી મૂડની તસવીરો પોસ્ટ કરતા રહે છે. સંજય કપૂરની દીકરી શનાયા કપૂર હજુ સુધી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યંુ નથી તેમ છતાં સોશિયલ મીડિયામાં પોતાની પાર્ટીના ફોટોઝ શેર કરીને સોશિયલ મીડિયામાં ચમકતી રહેતી હોય છે. બહુ જલદી કરણ જાેહરની ફિલ્મમાં પોતાના બોલિવૂડ કરિયરની શરૃઆત કરનાર શનાયા મુંબઈ અને ગોવામાં ઘણી વાર પાર્ટી કરતી જાેવા મળી છે. ઘણી વાર પોતાની પાર્ટીની તસવીરોને કારણે શનાયાને સોશિયલ મીડિયામાં ટ્રોલ થવાનો પણ વારો આવ્યો છે. ઔઇબ્રાહીમ પણ ક્લબિંગ કરવાનું અને નાઈટ આઉટ કરવાનું પસંદ કરે છે. મુંબઈમાં અવાર-નવાર તે ક્લબ અને ડિસ્કોથેકની બહાર સ્પોટ થયેલો છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં ઇબ્રાહીમનોે એક વીડિયો થોડા મહિનાઓ પહેલાં ખૂબ વાઇરલ થયો હતો જેમાં તે નશામાં ધૂત થઈને ક્લબની બહાર નીકળી રહ્યો હોય છે. અમિતાભ બચ્ચની દોહિત્રી પાર્ટી એનિમલ છે. સામાન્ય રીતે લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરતી નવ્યા પાર્ટી એન્જાેયમેન્ટની દરેક તસવીરો સોશિયલ મીડિયામાં બિનધાસ્ત શેર કરતી હોય છે. એક્ટિંગની જગ્યાએ પોતાના ફેમિલી બિઝનેસમાં કરિયર બનાવી રહેલી નવ્યા નવેલી બોલિવૂડના સ્ટાર કિડ્‌સ સાથે પાર્ટી એન્જાેય કરતી જાેવા મળે છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર વાઇરલ થઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *