મુંબઈ
્૨૦ વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે ૧૦૦% જીતનો રેકોર્ડ છે. આ સિવાય, જાે આપણે છેલ્લા ૧૦ વર્ષમાં ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં બંને ટીમોના આંકડા પર નજર કરીએ, તો ભારતની જીત ટકાવારી તેમાં પણ પાકિસ્તાન કરતા સારી છે. ભારતે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૧૫ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે ૭૩ જીતી છે અને ૩૭ હારી છે. આ દરમિયાન ૨ મેચ ટાઈ છે અને ૩ અનિર્ણિત છે. જીતની ટકાવારી ૬૩.૫ રહી છે. બીજી બાજુ, પાકિસ્તાને છેલ્લા ૧૦ વર્ષમાં ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૫૯.૭ ટકા જીત મેળવી છે. આ સમયગાળા દરમિયાન રમાયેલી ૧૨૯ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં, તેણે ૭૭ જીતી અને ૪૫ મેચ હાર્યુ છે. ૨ મેચ ટાઈ છે અને ૫ અનિર્ણિત છે.મે ક્રિકેટના ચાહક છો. ભારત-પાકિસ્તાન મહામુકાબલાનની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. તેથી સીટ બેલ્ટને થોડો ટાઇટ કરો. કારણ કે, ૨૪ ઓક્ટોબરની સાંજ આવી રહી છે. એ મોટો દિવસ અને મોટી તક હવે નજીક છે, જેની ઘણા દિવસો, ઘણી રાતોથી રાહ જાેવાતી હતી. એક તરફ વિરાટ કોહલી ની સેના, બીજી તરફ બાબર આઝમ ની સેના અને દુબઈનુ મેદાન ‘રણ’ ક્ષેત્ર. મોટો પ્રશ્ન એ છે કે કોણ જીતશે? ઈતિહાસ પર નજર કરીએ તો ભારતનું પલડું ભારે છે. પરંતુ, પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ તે ઇતિહાસમાં માનતો નથી. બાબર આઝમનું પાકિસ્તાન આ વખતે ઈતિહાસ બદલવાનો ભારે પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે ભારતીય કેપ્ટનની દૃષ્ટિએ આ સામાન્ય મેચ કરતાં વધુ કંઈ નથી. પાકિસ્તાનના દિગ્ગજ બોલર મોહમ્મદ આમિર ના જણાવ્યા અનુસાર ૨૪ ઓક્ટોબરના મહાભારતમાં ભારતનો પાકિસ્તાન પર ભારે હાથ છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે આ મેચમાં પાકિસ્તાન પર ભારતનો સ્કેલ ૬૦-૪૦ થી ૨૦ ઉપર રેટ કરે છે. દિગ્ગજ ડાબા હાથના પાકિસ્તાની બોલરે આપેલા કારણ મુજબ, બાબર આઝમનું નિવેદન ઝાંખુ પડી ગયું હોય તેવું લાગે છે, જેના આધારે તે યુએઈમાં ભારત સાથે રમવાનું પાકિસ્તાન માટે ફાયદા તરીકે વિચારી રહ્યો હતો. મોહમ્મદ આમિરે પાકિસ્તાન પર ૬૦-૪૦ થી ભારતના સ્કેલનો અંદાજ લગાવતા કહ્યું કે, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ તાજેતરમાં ૈંઁન્ ૨૦૨૧ માં ેંછઈ ની પિચો પર ખૂબ ક્રિકેટ રમી છે. આનાથી તેમને ફાયદો થશે. જ્યારે પાકિસ્તાનની ટીમ ેંછઈ માં વધુ મેચ રમવાનો અનુભવ ધરાવે છે. પરંતુ, તે તાજેતરના સમયમાં અહીં રમ્યુ નથી.આવી સ્થિતિમાં, મને લાગે છે કે ભારતીય ટીમ ત્યાંની તાજી પરિસ્થિતિઓ વિશે પાકિસ્તાન કરતાં વધુ જાણતુ હશે. આ જ કારણ છે કે મેં પાકિસ્તાનનો પક્ષ ભારત કરતાં થોડો નીચો રાખ્યો છે.