મુંબઈ
ગુરુવારે રુપિન્દર તથા લાકરાએ હોકીને અલવિદા કરી હતી. ૩૨ વર્ષીય સુનીલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો સભ્ય નહોતો. તેણે ૨૬૪ ઇન્ટરનેશનલ મેચમાં ૭૨ ગોલ કર્યા હતા. સુનીલે જણાવ્યું હતું કે નિવૃત્તિનો ર્નિણય આસાન નહોતો પરંતુ એટલો કપરો પણ નહોતો. ભારતીય મેન્સ હોકી ટીમના અનુભવી સ્ટ્રાઇકર એસવી સુનીલે પણ શુક્રવારે ઇન્ટરનેશનલ હોકીને અલવિદા કરી દીધી હતી. આ સાથે તેની ૧૪ વર્ષની કારકિર્દીનો અંત આવી ગયો હતો. બે દિવસમાં ભારતના ત્રીજા ખેલાડીએ હોકીમાંથી નિવૃત્તિ લીધી છે.