Maharashtra

ભારતને હરાવી ઇતિહાસ રચતા પાકિસ્તાનના બાબર આઝમના પિતા ભાવુક

મુંબઈ
બાબર આઝમ પાકિસ્તાનના હિસ્સાવાળા પંજાબ પ્રાંતમાંથી આવે છે અને લાહોરના રહેવાસી છે. પાકિસ્તાન ક્રિકેટ રમી ચૂકેલા અદનાન અકમલ, કામરાન અકમલ અને ઉમર અકમલ હાલના કેપ્ટન બાબર આઝમના કઝિન છે. એવામાં બાબર આઝમના ખાનદાનમાં ક્રિકેટ પહેલેથી જ છે અને તેમના ઘરના લોકો પાકિસ્તાન માટે ક્રિકેટ રમે છે. ૧૫ ઑક્ટોબર ૧૯૯૪ના રોજ એક પંજાબી પરિવારમાં જન્મેલા બાબર આઝમે શરૂઆતનો અભ્યાસ લાહોરમાં કર્યો હતો. ૧૩ વર્ષની ઉંમરમાં તો પાકિસ્તાનના પ્રખ્યાત ગદ્દાફી સ્ટેડિયમમાં જવા લાગ્યા જ્યાં શરૂઆતમાં તે એક બોલ બોયની જેમ જાેડાયા. ત્યારબાદ આઝમે ક્રિકેટ અકદામી જાેઇન કર્યું અને નાના લેવલ પર ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. બાબર આઝમના નેતૃત્વમાં પાકિસ્તાને એ કર્યું જે કયારેય કરી શકયું નહોતું. પાકિસ્તાને વર્લ્‌ડકપમાં ભારતને હરાવ્યું છે. ૨૦૦૭થી લઇ ૨૦૧૬ સુધી ટી-૨૦ વર્લ્‌ડકપમાં ભારત-પાકિસ્તાનની વચ્ચે કુલ ૫ મેચ થઇ પાંચેય મેચ ભારત જીત્યું હતું. આ સિવાય ૫૦ ઓવરના વર્લ્‌ડકપમાં ૭ મેચ થઇ અને દરેક મેચમાં ભારતની જીત થઇ? પરંતુ હવે ૨૦૨૧ની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવી દીધું. દુબઇમાં જ્યારે આ જીત થઇ ત્યારે બાબર આઝમના પિતા પણ ત્યાં હાજર હતા અને આ જીતથી તેઓ ભાવુક થઇ ગયા.ભારતીય ટીમને ટી-૨૦ વર્લ્‌ડકપમાં રવિવારના રોજ એક ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને ભારતને ૧૦ વિકેટથી માત આપી છે. આવું પહેલી વખત બન્યું જ્યારે પાકિસ્તાને કોઇ વર્લ્‌ડકપ મેચમાં ભારતને હરાવ્યું હોય. પાકિસ્તાનની આ જીતના હીરો બાબર આઝમ રહ્યા, જેના નેતૃત્વમાં પાકિસ્તાને આ ઇતિહાસ રચ્યો. બાબર આઝમે જ શાનદાર ઇનિંગ્સ રમતા પોતાની ટીમને જીત અપાવી. પાકિસ્તાનને હંમેશા ફાસ્ટર બોલર્સ ઉભો કરનાર દેશ તરીકે ઓળખાય છે. ઇમરાન ખાન, વસીમ અકરમ, વકાસ યુનુસ જેવા ખેલાડી પાકિસ્તાનથી જ આવ્યા છે. પરંતુ બાબર આઝમે જ્યારથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પગ મૂકયો છે તે સતત રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છે. બાબર આઝમની વિસ્ફોટક બેટિંગના લીધે જ તેની સરખામણી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે કરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *