મુંબઇ ,
‘મુરલી વિજય રસી લેવા માંગતો નથી અને મ્ઝ્રઝ્રૈંના નિયમો અનુસાર, ખેલાડીઓનું રસીકરણ જરૂરી છે. આ ઉપરાંત, કોઈપણ ટૂર્નામેન્ટ શરૂ થવાના એક અઠવાડિયા પહેલા, તેઓએ બાયો બબલમાં જાેડાવું પડશે અને જ્યાં સુધી તે ટીમ ટુર્નામેન્ટમાં રહેશે ત્યાં સુધી આ બાયો બબલમાં રહેવું પડશે. પરંતુ વિજય આ માટે તૈયાર ન હતો, તેથી તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને તેના નામ પર પસંદગી પર વિચાર કર્યો ન હતો. તેણે આગળ કહ્યું કે જાે તે રસી લેવા માટે તૈયાર હોય તો પણ તેણે ટીમમાં સ્થાન માટે આ ઉંમરે ફરી એકવાર તેની ફિટનેસ સાબિત કરવી પડશે. મુરલી વિજય ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ ૨૦૧૮માં રમી હતી. તેણે આ મેચ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રમી હતી. વિજય ચેન્નાઈ સુપર કિંગ્સનો પણ એક ભાગ હતો જાે કે તે આ સિઝનમાં તેમની તરફથી રમ્યો હતો.ભારતીય બેટ્સમેન મુરલી વિજય ડોમેસ્ટિક ્૨૦ ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભાગ લઈ રહ્યો નથી. ૩૭ વર્ષીય વિજય તમિલનાડુ માટે રમે છે. જાેકે આ વખતે તેને તક આપવામાં આવી નથી. પસંદગીકારોએ ટીમની પસંદગી માટે વિજયના નામ પર વિચાર કર્યો ન હતો. આ અનુભવી બેટ્સમેનને તક ન આપવાનું કારણ મુરલી વિજયનો ર્નિણય છે. મુરલી વિજયે કોવિડ-૧૯ની રસી લેવાની ના પાડી દીધી છે. આ કારણે તેના માટે કોઈપણ ટૂર્નામેન્ટમાં ભાગ લેવો મુશ્કેલ છે. ૩૭ વર્ષીય મુરલી વિજય કોવિડની રસી લેવા માંગતા નથી. આ સાથે, તે બાયો બબલના મુશ્કેલ સમયમાંથી પસાર થવા માંગતો નથી અને ન તો તે મ્ઝ્રઝ્રૈંની ર્જીંઁ સ્વીકારવા તૈયાર છે. બીસીસીઆઈએ કોરોના વાયરસના આગમન પછી ક્રિકેટની વાપસી પર ર્નિણય લીધો હતો કે, ખેલાડીઓ માટે કોવિડ -૧૯માટે બનાવેલી રસી લેવી ફરજિયાત હશે. સાથે જ તેણે બાયો બબલમાં રહીને ક્રિકેટ રમવું પડશે. બોર્ડે રાજ્ય એસોસિએશનોને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ પણ આપ્યો હતો.


