મુંબઈ
ભારતે મેન્સ ટીમે ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આદર્શસિંહ અમેરિકાના હેનરી ટર્નર સામે ફાઇનલમાં હારી ગયો હતો. ભારતે અત્યાર સુધીમાં નવ ગોલ્ડ, સાત સિલ્વર તથા ત્રણ બ્રોન્ઝ જીતીને ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. અમેરિકા પાંચ ગોલ્ડ સહિત ૧૬ મેડલ્સ સાથે બીજા ક્રમે છે. મેન્સ ૨૫ મીટર રેપિડ ફાયર ઇવેન્ટમાં છ ખેલાડીઓમાંથી ત્રણ ભારતના હતા. ઉદયવીર ચોથા તથા વિજયવીર પાંચમા ક્રમે રહ્યો હતો. ૫૦ મીટર પ્રોન મિક્સ ટીમ ઔઇવેન્ટમાં ભારત ક્વોલિફિકેશન તબક્કામાં જ બહાર થઈ ગયું હતું.સ્ટાર શૂટર મનુ ભાકર, રિધમ સાંગવાન અને નામ્યા કપૂરની ત્રિપુટીએ આઇએસએસએફ જુનિયર વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતના ‘સોના જીતો’ અભિયાનને જારી રાખીને ૨૫ મીટર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય વિમેન્સ ટીમે ફાઇનલમાં અમેરિકાને ૧૬-૪ ના સ્કોરથી હરાવ્યું હતું. મનુ ભાકરે આ ઇવેન્ટમાં ચોથો ગોલ્ડ જીત્યો છે અને તે એક બ્રોન્ઝ પણ જીતી ચૂકી છે. ૧૪ વર્ષીય નામ્યાનો આ બીજાે ગોલ્ડ મેડલ છે અને તેણે વ્યક્તિગત ૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
