મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હને તેની તમામ એનર્જી એ પાછળ વપરાય છે કે, તે તેના બન્ને બાળકો માટે એક સારી પેરેન્ટ સાબિત થાય, જેને તે તેની સૌથી મોટી તાકાત સમજે છે. સાથે તેણે તે પણ કહ્યું કે, તેનો દીકરો વીર અને દીકરી તારા જ તેની દુનિયા છે. મંદિરાએ જૂન મહિનામાં જ તેના પતિ રાજ કૌશલને ગુમાવ્યો છે. તાજેતરના ઇન્ટરવ્યૂમાં મંદિરાએ કહ્યું કે, કામ કરતા રહેવા, પ્રયત્ન કરતા રહેવા અને સારા કામ કરવા પાછળ મોટિવેશન છે અને એ છે મારા બાળકો. મારા બાળકો મારી સૌથી મોટી પ્રેરણા છે. જે પણ હું કરું છું, તે હું તેમના માટે કરું છું, મારા આગળ વધવા પાછળ અને જીવતા રહેવા અને સારા કામ કરવા પાછળ કારણ છે. એ જ કારણ છે જે મને આટલી હિંમત અને તાકાત આપે છે કે, હું કામ કરી શકું. મારે તેમના માટે એક સારા પેરેન્ટ બનવું છે. જણાવી દઈએ કે મંદિરાનો દીકરો ૧૦ વર્ષનો છે અને દીકરી ૫ વર્ષની છે


